દુનિયામાં એક એવું 9 વર્ષનું બાળક છે જેની પાસે બંગલો, કાર, જેટ બધું છે!
આજે આપણે જોઈએ તો દરેક વ્યક્તિને ધનવાન થાવનું ભૂત સવાર હોય છે, દિવસ રાત વધુ પૈસા કમાવવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે. ઘણા લોકો પોતાની બુદ્ધિથી પણ વધુ પૈસા કમાતા હોય છે, ત્યારે શું તમે એક એવા બાળકને જોયું છે જે માત્ર 9 વર્ષની ઉંમરમાં જ અરબપતિ બની ગયું હોય.
સાંભળીને જ નવાઈ લાગે પરંતુ આ હકીકત છે. આપણે જોઈએ છીએ કે આજે 9 વર્ષના બાળક પાસે રમકડાંની ગાડીઓ, અલગ અલગ પ્રકરની વીડિયો ગેમ કે પછી ડ્રોઈંગ બુક હશે, પરંતુ આ 9 વર્ષ બાળક પાસે તો લક્ઝુરિયસ કાર અને આલીશાન ઘર પણ છે. કારણ કે આ બાળક દુનિયાનો સૌથી નાની ઉંમરનો અરબપતિ છે.
સોશિયલ મીડિયા ઉપર આ બાળક ખુબ જ ફેમસ છે. જયારે આ બાળક 6 વર્ષનું હતું ત્યારે તેની પાસે તેનો પોતાનો બંગલો હતો. આજે 9 વર્ષની ઉંમરમાં તેની પાસે ગાડી, જેટ અને કેટલીય વસ્તુઓ છે. આજે અમે તમને આ 9 વર્ષના અરબપતિ બાળકના જીવન વિશે જણાવીશું જેની લાઈફ સ્ટાઇલ પણ એકદમ હટકે છે.
આ બાળક છે નાઈજીરિયાનું મોહમ્મદ અવલ મુસ્તફા. જે દુનિયાનો સૌથી નાની ઉંમરનો અરબપતિ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તેના એકાઉન્ટને જોઈને મોટા મોટા ધનવાન લોકો પણ ચક્કર ખાઈ જાય છે. અવલ મુસ્તફા પાસે એકથી એક લક્ઝુરિયસ ગાડીઓ સાથે પ્રાઇવેટ જેટ પણ છે. એટલું જ નહીં પરંતુ માત્ર 6 વર્ષની ઉંમરમાં તેની પાસે પોતાનો બંગલો પણ હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અવલ મુસ્તફા નાઈજીરિયાના ધનવાન સેલિબ્રિટી ઈસ્માઈલિયા મુસ્તફાનો પુત્ર છે. આ બાળકના ઈન્સ્ટાગ્રામ પર 32 હજારથી વધુ ફોલોઅર્સ છે. 2018માં મોમ્ફા સિનિયરે મોમ્ફા જુનિયરને તેના છઠ્ઠા જન્મદિવસે એક ઘર ભેટમાં આપ્યું હતું.
અવલ મુસ્તફાની ઉંમરમાં આપણે નાની મોટી રમતો રમતા હોય છે ત્યારે આ બાળક હાલ દુનિયાનું સૌથી નાની ઉંમરનું અરબપતિ બાળક બની ગયું છે. તેના સોશિયલ મીડિયામાં પણ તેના આ વૈભવી જીવન વિશે જોઈ શકાય છે.