ઘણા લોકો મોંઘી મોંઘી વસ્તુઓ વાપરવાના શોખીન હોય છે. ખાસ કરીને બ્રાન્ડેડ વસ્તુઓનો શોખ લોકો રાખે છે અને જેની કિંમત પણ લાખો કરોડોમાં હોય છે. હાલમાં જ એક ઇટાલિયન કંપની દ્વારા એક બેગ લોન્ચ કરવામાં આવ્યું છે જેની કિંમત સાંભળીને મોટા મોટા લોકો પણ વિચારમાં પડી જાય તેવી છે. આ બેગની કિંમતમાં જ અમદાવાદના પૉશ વિસ્તારમાં એક આખી બિલ્ડીંગ ઉભી કરી શકાય તેમ છે.

ઇટલીની એક લકઝરી બ્રાન્ડ દ્વારા દુનિયાની સૌથી મોંઘી બેગ તૈયાર કરવામાં આવી છે. આ બેગને કંપનીએ હાલમાં જ લોન્ચ કરી છે. આ બેગની કિંમત 53 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ બેગને સમુદ્ર બચાવવાના જાગૃતતા અભિયાન અંતર્ગત બનાવવામાં આવી છે.

ઇટાલિયન બ્રાન્ડ બોરીન મિલનેસીએ આ બેગની કિંમત 6 મિલિયન યુરો એટલે કે લગભગ 53 કરોડ રૂપિયાની આસપાસ રાખી છે. ચમકદાર દેખાનારી આ બેગની અંદર 130 કેરેટ હીરા અને 10 સફેદ સોનાના પતંગિયાને જડવામાં આવ્યા છે.

બોરીન મિલનેસી દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરી અને લખવામાં આવ્યું છે કે: “સમુદ્રની રક્ષા અને જાગૃકતા વધારવા માટે અમે પોતાની બેગનું અનાવરણ કરવા ઉપર ગર્વ છે. આ 6 મિલિયન યુરોની બેગ છે.” તેની અંદર આગળ એ પણ લાખવામાં આવ્યું છે કે “તેની આવકથી 800 હજાર યુરો સમુદ્રની સફાઈ માટે દાન આપવામાં આવશે.”

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક વીડિયોના માધ્યમથી આ બેગની સુંદરતા બતાવવામાં આવી છે. સોનાના બનેલા પતંગિયા અને હીરા જડિત આ હલકા ભૂરા રંગનું બેગ ખુબ જ સુંદર દેખાય છે. આ ઉપરાંત આ બેગને બંધ કરવા માટે એક હુક પણ લગાવવામાં આવ્યો છે.
View this post on Instagram
ઇટાલિયન બ્રાન્ડ બોરીન મિલનેસી બ્રાન્ડ બેગ બનાવવા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા ઉપર બેગની તસવીરો સાથે ક્યારેક તેની કિંમત પણ રજૂ કરે છે. હાલ તેમનું આ 53 કરોડ રૂપિયાનું લોન્ચ કરેલું બેગ ચર્ચામાં છે.