એવું કહેવાય છે કે કલાકારો ખુબ જ ધૂની હોય છે, તે કંઈપણ કરવાનું નક્કી કરી લે તો પછી દિવસ હોય કે રાત તેમને કોઈ વાતનો ફરક નથી પડતો, તે ભૂખે અને તરસે પણ પોતાના દિમાગમાં આવેલા વિચારને પૂરો કરવા માટે લાગી જતા હોય છે.
એવા જ એક પેઈન્ટરની ચર્ચાઓ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ફેલાયેલી છે. બ્રિટેનમાં એકે એવી પેઇન્ટિંગ બનાવી જેના કારણે તે દુનિયા ભરમાં પ્રખ્યાત બની ગયો અને એ પેઇન્ટિંગની તેને જે કિંમત મળી છે તે જાણીને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો.
બ્રિટેનના કલાકાર સાચા જાફરીએ દુનિયાની સૌથી મોટી પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે દાખલ કરી લીધો છે. આ પેઇન્ટિંગનો આકાર 6 ટેનિસ કોર્ટ જેટલો જણાવામાં આવી રહ્યો છે. એટલે કે આ કેનવાસ એટલો મોટો છો કે તેના ઉપર 6 ટેનિસ મેચ રમી શકાય છે.
સાચાએ તેને 17 હજાર 176 વર્ગફિટમાં બનાવ્યું છે. જેને બનાવવા માટે સાચાએ ખુબ જ મહેનત પણ કરી છે. આ પેઇન્ટિંગનું નામ “જર્ની ઓફ હ્યુમેનિટી” આપવામાં આવ્યું છે.
આ પેઇન્ટિંગ બનાવવી તેના માટે સહેજ પણ સરળ નહોતી. તેને બનાવવા માટે સાચાએ 70 ફ્રેમ્સને જોડી અને પછી તેના ઉપર પોતાની કલાકારી શરૂ કરી. ફક્ત એટલું જ નહીં, તેને બનાવવા માટે 1065 પેઇન્ટિંગ બ્રશ અને 6300 લીટર રંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પેઇન્ટિંગને ફ્રાન્સના એક બિઝનેસમેન આન્દ્રે એબ્ડોન દ્વારા 450 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે. નીલામીમાંથી મળેલી આ ધનરાશિનો ઉપયોગ તે દુનિયાભરમાં બાળકોના વિકાસ માટે કરશે.
‘The Journey of Humanity’ by artist Sacha Jafri, the world’s largest canvas painting, has sold for $62 million in Dubai. Jafri put the work up for sale to raise millions for charity. More here: https://t.co/NtP6Hic7f2 pic.twitter.com/tH4KZHofXu
— Reuters India (@ReutersIndia) March 24, 2021