આ બોલરે કરાવ્યો એવો જોરદાર સ્વિન્ગ કે બેટ્સમેન પણ સમજી રહ્યો હતો વાઈડ બોલ, પરંતુ થયું એવું કે આખું ક્રિકેટ જગત શૉક રહી ગયું, જુઓ વીડિયો

હાલ આપણા દેશમાં આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે અને હવે ફક્ત બે મેચ બાદ આઇપીએલની 15મી સીઝનના વિજેતા પણ જાહેર થઇ જશે. આ વર્ષે કોણ બાજી મારશે તે જોવાનું રહ્યું પરંતુ આ દરમિયાન ક્રિકેટને લઈને સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં બેટ્સમેનના અજીબોગરીબ શોટ તો કોઈની શાનદાર ફિલ્ડિંગ અને જબરદસ્ત બોલિંગના નજરા પણ જોવા મળતા હોય છે.

વસીમ અકરમ, ઈરફાન પઠાણ, પ્રવીણ કુમાર અને ભુવનેશ્વર કુમારની સ્વિંગ બોલિંગનો ક્રિકેટ પ્રેમીઓએ ભરપૂર લાભ લીધો હતો. આ બોલરોએ આવા ઘણા બોલ ફેંક્યા, જેને બેટ્સમેન બહાર જતા છોડી દે છે અને બોલ હવામાં સ્વિન્ગ થઈને સ્ટમ્પને વિખેરી નાખે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક યુવા બોલરે એવો બોલ ફેંક્યો કે તેને જોઈને ‘સ્વિંગ કિંગ’ અકરમ પણ આશ્ચર્યચકિત થઈ જાય. ઈંગ્લેન્ડમાં ક્લબ ક્રિકેટ રમતા બોલરે બોલને હવામાં ‘બૂમરેંગ’ જેવો ડાન્સ કરીને બેટ્સમેનને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. ઈંગ્લેન્ડમાં ક્લબ ક્રિકેટમાં મિલ્ડનહોલ તરફથી રમતા બોલર જે હેન્ડીએ આ આશ્ચર્યજનક બોલ ફેંક્યો હતો.

આ વીડિયોને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ફેન ગ્રુપ બાર્મી આર્મીએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જે હેન્ડીના આ બોલને જોઈને ભૂતપૂર્વ ક્રિકેટરોથી લઈને વર્તમાન ક્રિકેટરો પણ દંગ રહી જાય છે. સીધો જતો બોલ, જેને બેટ્સમેને છોડી દીધો હતો, તેણે અચાનક તેની દિશા બદલી અને બેલ્સને વિખેરી નાખી. આ જોઈને બેટ્સમેનને પણ વિશ્વાસ ન થયો અને તે આશ્ચર્યથી પોતાના વિખરાયેલા સ્ટમ્પને જોવા લાગ્યો.

તમને જણાવી દઈએ કે આ સમયે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ પણ રમાઈ રહી છે. ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા પણ આમાં રમી રહ્યો છે અને તેણે  માટે 5 મેચમાં 720 રન બનાવ્યા છે. જેમાં 4 સદીની ઇનિંગ્સ પણ સામેલ છે.

Niraj Patel