વિશ્વની પહેલી ‘ફ્લાઈ એન્ડ ડ્રાઈવ કાર’ મિયામીમાં એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારણે પાયનિયર પર્સનલ એર લેન્ડિંગ વેહિકલ (Personal Air Landing Vehicle, PAL-V) નામ આપવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ 4.30 કરોડ રૂપિયા છે. અત્યાર સુધીમાં 70 કારનું બુકિંગ થઇ ચુકયુ છે.

આ કારની પહેલી ડિલિવરી 2021માં થશે. પરંતુ આ કારના વેચાણ માટે કંપનીએ એક શરત એવી મૂકી છે કે ખરીદી કરનાર વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સની સાથે જ પાયલોટ લાયસન્સ પણ હોવું જોઈએ.

આ કારમાં 2-સિટર છે અને તેનું વજન 680 કિલો છે. તેમાં રિટરેક્ટેબલ ઓવરહેડ અને રિયર પ્રોપેલર લગાવવામાં આવ્યા છે, જેની મદદથી આ 12,500 ફુટ ઊંચે સુધી ઉડી શકે છે. આ કાર હવામાં 321 કિલોમીટર પ્રતિ કલાક અને રસ્તા પર 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ઉડી અને દોડી શકે છે. આ કાર કાર્બન ફાયબર, ટાઇટેનિયમ અને એલીયુમિનીયમથી બની છે. તેમાં 230 હોર્સપાવરના ચાર સિલેન્ડર એન્જીન લગાવવામાં આવ્યા છે.

માત્ર 10 જ મિનિટમાં આ ગાડી જાયરોકોપટરમાં બદલાઈ જાય છે. તેના ટેકઓફ માટે 540 ફૂટનો રનવે અને લેન્ડ કરવા માટે માત્ર 100 ફૂટનો રનવે જોઈએ. આમાં બાઈક જેવું હેન્ડલ છે, જેનાથી કારને રોડ પર અને હવામાં નિયંત્રિત કરી શકાય છે. આ ગાડીનું સસ્તું વર્ઝન પણ તૈયાર થઇ રહ્યું છે, જેની કિંમત 2.40 કરોડ રૂપિયા થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.