દુનિયાની સૌથી મોંઘી કાર બનાવતી કંપની Bugatti એ અત્યાર સુધીની સૌથી મોંઘી સ્પોર્ટ્સ કાર બનાવી છે. શાનદાર દેખાવ અને જોરદાર પરફોર્મન્સવાળી આ કારની કિંમત એક-બે કરોડ નહીં પણ સો કરોડથી વધુ છે. ત્યારે આ આ કાર પરનો ટેક્સ પણ કરોડોમાં ચૂકવવો પડશે.
Bugattiની La Voiture Noireનો ફ્રેન્ચમાં અર્થ થાય છે કાળી કાર. La Voiture Noire એ અત્યાર સુધીની સૌથી મોંઘી સ્પોર્ટ્સ કાર છે, અને કંપનીએ ફક્ત એક જ કાર બનાવી છે. આ એક લક્ઝરી લિમોઝિન સાથે આરામદાયક કૂપે છે અને તેમાં હાઇપર સ્પોર્ટ્સ કારનો પાવર છે.

અહેવાલો અનુસાર, ભારતીય રૂપિયામાં આ કારની કિંમત આશરે 87.6 કરોડ રૂપિયા છે, અને ટેક્સ લગાવ્યા બાદ આ કારની ઓન રોડ કિંમત વધીને 133 કરોડ થઈ જાય છે. આ ભાવમાં આશરે 45 કરોડનો ટેક્સ સામેલ છે.
લૂક્સ અને ડિઝાઇન – આ નવી સુપર સ્પોર્ટ્સ કારનો ફ્રન્ટ લુક એકદમ અગ્રેસિવ છે, સૌથી ખાસ વાત એ છે કે આ કારના તમામ કમ્પોનેન્ટ હેન્ડક્રાફ્ટેડ છે. કારના પાછળના ભાગમાં ગ્રીલ જેવો લૂક આપવામાં આવ્યો છે અને ટેલલાઈટ્સ એક છેડાથી બીજા છેડા સુધી છે. ડિઝાઇનિંગની વાત કરીએ તો, બમ્પર બોડીમાં જ સામેલ કરવામાં આવ્યું છે, જ્યારે વિન્ડસ્ક્રીન હેલ્મેટ વાઇઝરની જેમ ડિઝાઇન કરવામાં આવી છે.

Bugatti ડિઝાઇનર Etienne Salomé એ જણાવ્યું હતું કે, આ કારના દરેક કમ્પોનેન્ટ હેન્ડક્રાફ્ટેડ છે અને આ કાર્બન ફાઇબર બોડીમાં કાળી ચમક સાથે છે જે માત્ર અલ્ટ્રાફાઇન ફાઇબર સ્ટ્રક્ચર દ્વારા બાધિત છે. તે એક એવી સામગ્રી છે જે સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવામાં આવી છે. અમે આ ડિઝાઇન પર ત્યાં સુધી લાંબી અને સખત મહેનત કરી, જ્યા સુધી તેમાં એવી કોઈ ભૂલ ન બચી કે જેણે અમે સુધારી શકીએ.’

સ્પીડ – સુપર કાર તેની સ્પીડ માટે જાણીતી છે, આ કારની ટોપ સ્પીડ પ્રતિ કલાક 420 કિલોમીટર છે, અને તે ફક્ત 2.4 સેકંડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તેમાં 8.0 લિટર ક્વાડ ટર્બોચાર્જ્ડ ડબલ્યુ 16 એન્જિન લાગ્યું છે, જે 1500 પીએસ પાવર અને 1600 એનએમ ટોર્ક આપે છે.

આ બ્લેક કાર એક્સલુઝિવ “Voiture Noire” નામ સાથે છે અને હવે તે “la Voiture Noire” સાથે લોન્ચ કરવામાં આવી છે, જે એક Type 57 SC એટલાન્ટિક છે જે Bugattiની સૌથી પ્રખ્યાત રચના હતી. તે એક શ્રેષ્ઠ ડિઝાઇન ફીચર સાથે આવે છે જે પાછળના ભાગમાં બોનેટ પર ટકેલી છે. આજે, તે વિશ્વની સૌથી કિંમતી ક્લાસિક કારોમાંની એક છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.