જાણવા જેવું

જાણો દુનિયાની સૌથી ખતરનાક 10 જેલ વિશે, આ પહેલા ક્યારે પણ નહીં વાંચ્યું હોય

સમાજમાં શાંતિ બની રહે તે માટે દોષિતોને કાનૂનનું પાલન કરવા માટે જેલમાં ધકેલી દેવામાં આવે છે. આ જેલમાં કેદીઓ સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જેનો ઘણા માનવાધિકાર સંગઠન વિરોધ કરે છે. આ જેલમાં થર્ડ ડિગ્રી આપીને ટોર્ચર કરવામા આવે છે. આજે અમે તમને એવી જેલ વિષે જણાવીશું જેલો દુનિયાની સાથું ખતરનાક જેલમાં શામેલ કરવામાં આવે છે. આ જેલમાં કેદીઓનું જીવન ખતરામાં હોય છે.

આવો જાણીએ દુનિયાની ખતરનાક જેલ વિષે.

ગીતારામ સેન્ટ્રલ જેલ

Image Source

આ જેલ રવાંડામાં છે. આ જેની ગણના સંસારની સૌથી ખતરનાક જેલમાં થાય છે. આ જેલમાં રહેનારા લોકો માટે અહીં રહેવું એક ખરાબ સપના બરાબર છે. ખબરોનું માનીએ તો આ જેલમાં 6થી 7 હજાર કેદીઓ બંધ છે. જયારે જેલની ક્ષમતા ફક્ત 500 કેદીઓની છે. આ જેલમાં જગ્યા ઓછી હોવાને કારણે અમુક લોકો તો જેલમાં ઉભા રહીને જ વિતાવે છે. તમને જાણીને હેરાની થઈ કે, કેદીઓ એકબીજા સાથે ઝઘડતા રહેતા હોય છે. કેદીઓએ પોતાને જીવતા રહેવા માટે એકબીજાને મારીને તેના શબ ખાઈ જાય છે. આટલું જ નહીં એક રિપોર્ટ અનુસાર, દયનિય પરિસ્થિતીને કારણે દરરોજ આ જેલમાં 7થી 8 કેદીઓ મરતે છે. અહીં કેદીઓ વધારે પડતા ખુલ્લા પગે જ જોવા મળે છે. આ જેલમાં રહેતા કેદીઓને અલગ-અલગ બીમારીઓ જોવા મળે છે.

તડમોર જેલ
આ જેલ સીરિયામાં આવેલી છે. આ જેલને ‘ડેથ વોરંટ’ના નામથી પણ જાણવામાં આવે છે. અહીં જેલના કેદીઓને ઘણી તકલીફ પણ આપવામાં આવે છે. અહીં જેલમાં મૃત્યુ દર સોરિયાની બધી જેલ કરતા સૌથી વધુ છે.

ગલદાણી જેલ

Image Source

એક મીડિયા સાઈટ અનુસાર, આ જેલની સુવિધા દુનિયાભરની સૌથી ભયાનક અને ખતરનાક જેલ પૈકી એકે છે. આ જેલ જોર્જિયામાં આવેલી છે. આ જેલનો કાંડ એક રાજનૈતિક ગોટાળો હતો. આ જેલમાં કેદીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. જેનો વિડીયો 2012માં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેનાથી લોકોને ગલદાણી જેલ વિષે ખબર પડી હતી.એ કેદીઓ સાથે બહુ જ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે અને કેદીઓની હાલત પણ બહુ ખરાબ છે. આ બધામાં સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવેલા યૌન ઉત્પીડન અને કેદીઓને આપવામાં આવતી તકલીફ શામેલ છે.

બૅંગ કાંગ સેન્ટ્રલ જેલ
થાઈલેન્ડની આ જેલ સૌથી અઘરી જે તરીકે માનવામાં આવે છે. અહીં જેલમાં ફક્ત ઉંમર કેદ અને મોતની સજાના દર્દીઓને જ રાખવામાં આવે છે.અહીં સજા મળ્યા બાદ 3 મહિના સુધી લોખંડની જાળીઓથી બંધાઈને રહેવું પડે છે. આ જેલને 1927 થી 1931 વચ્ચે બનાવવામાં આવી છે. અહીં કેદીઓને એક વાટકો ભાતનું સૂપ થવા એક વાટકો ભાત આપવામાં આવે છે. અહીં વધુ પડતા કેદીઓ કુપોષને કારણે મરી જાય છે.

લા સાનટે જેલ

Image Source

આ જેલ ફ્રાન્સની રાજધાની પેરિસથી થોડા જ અંતરે આવેલી છે. આ જેલને 1867માં ખોલવામાં આવી હતી. અહીં જેલમાં ચુસ્ત બંદોબસ્ત પણ છે. જયારે આ જેલ ખોલવામાં આવી ત્યારે અહીં ઘણા કેદીઓએ આત્મહત્યા કરવાના બનાવો સામે આવ્યા હતા. 1999માં લગભગ 124 કેદીઓએ આત્મહત્યા કરી હતી. આ જેલમાં 1400 કેદીઓને રાખી શકાય તેટલી વ્યવસ્થા છે. પરંતુ 2012માં પ્રકાશિત થયેલા એક આધિકારિક રિપોર્ટ અનુસાર, આ જેલમાં લગભગ 2000થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા હતા, જેલમાં ઘણી હિંસક પ્રવૃત્તિ વિષે પણ સાંભળવા મળે છે. જેને લઈને કેદીઓને ફક્ત 4 કલાક માટે જ તેના સેલમાંથી બહાર કાઢવામાં આવે છે.

કોટોનું સિવિલ જેલ
આ જેલ પશ્ચિમ આફ્રિકાના ધદેશબેનિનમાં છે. આ જેલમાં કેદીઓના ભયાનક મોત થાય છે. અહીં જેલમાં કેદીઓની ક્ષમતા 400ની છે જેની સામે 2400 કેદીઓને રાખવામાં આવે છે. જગ્યાની કમી હોવાને કારણે અહીં કેદીઓના મોટ શ્વાસ રૂંધાવાને કારણે થાય છે. આ જેલમાં ઘણા કેદીઓમાં શિફ્ટમાં સૂવે છે.

પેટક આઈસલૅન્ડ જેલ 

Image Source

આ જેલ રૂસમાં સ્થિત છે. વ્હાઇટ રિવર પર Novozero પર પેટક દ્રીપ પર આ જેલમાં કુખ્યાત દોષી કેદીઓને રાખવામાં આવે છે. અહીં લગભગ 193 કેદીઓએ ઉંમરકેદ એટલે કે જીવનભર અહીં રહેવાની સજા કાપે છે. અહીં 2 નાની લાકડી પર પુલ દ્વીપ જમીન સાથે જોડે છે. અહીં કેદીઓને દિવસ દરમિયાન 22.5 કલાક એકલું જ રહેવું પડે છે. અહીં બાહર વિતાવવા માટે દોઢ કલાક જ મળે છે. અહીં વર્ષમાં એક વાર કેદીઓ તેના પરિવારજનોને મળી શકે છે. આ કારણે જ જેલમાં મનોવૈજ્ઞાનિક રૂપથી અસહનીય માનવામાં આવે છે.

ડાયારબારીક જેલ
આ જેલ તુર્કીમાં આવેલી છે. આ જેલને 1980માં બનાવવામાં આવી હતી. અહીં જેલની ક્ષમતા 744 કેદીઓને રાખવાની છે, પરંતુ કયારેક-કયારેક કેદીઓની સંખ્યા વધી જાય છે. આ જેલ માનવાધિકાર ઉલ્લંઘન મામલે નંબર વન પર છે. એક રિપોર્ટ અનુસાર 1981થી 84 વચ્ચે લગભગ 34 લોકોના મોત ખરાબ સ્થિતિને કારણે થયા હતા. દુનિયામાં આ જેલ મૃત્યુ દર મામલે બીજા નંબર પર આવે છે, અહીં કેદીઓને વિવિધ પ્રકારની તકલીફ આપવામાં આવે છે. અહીં કેદીઓનું યૌન શોષણ પણ કરવામાં આવે છે.

સૈન કેન્ટિન સ્ટેટ

Image Source

અમેરિકાના કેલિફોર્નિયામાં આ જેલ આવેલી છે. આ જેલને 1854માં ખોલવામાં આવી હતી. આ જેલ સૌથી જૂની જેલ છે. અહીં કયારેક-ક્યારેક મોતની સજા પણલગ-અલગ રીતે આપવામાં આવે છે. આ જેલ પ્રસિદ્ધિ જેલ પૈકી એક છે. અહીં પુરુષો માટે સાર્વજનિક જેલ છે. અહીં મોતની સજા આપવા માટે ફાંસી, ગેસ ચેમ્બર અથવા લીથલ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં જેલની સુવિધા ઘણી ખરાબ છે. અહીં કેદીઓ વચ્ચે હિંસાના ઘણા મામલા સામે આવતા રહે છે.

લા સબનેટા જેલ
વેનઝુએલાની જેલ લા સબનેટામાં કેદીઓની ક્ષમતા 15 હજાર કેદીઓની છે. પરંતુ અહીં જેલમાં 25 હજાર કેદીઓ છે, આ જેલને નર્કનો દરવાજો પણ કહેવામાં આવે છે. અહીં 150 કેદીઓ વચ્ચે એક સુરક્ષા ગાર્ડ તૈનાત હોય છે. આ જેલના કેદીઓ પર ગેંગરેપથી લઈને હત્યા સુધીના મામલાના દોષિતો સામેલ છે. 1994માં જેલની અંદર થયેલા ગોળીબારમાર 108 દર્દીઓના મોત થયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.