ફક્ત આટલા જ છે ઝાડવા, પરંતુ તેના ઉપર જે ફળ આવે છે તે છે ખુબ જ ખાસ, 6 શ્વાન અને 2 ગાર્ડ કરે છે 24 કલાક રખેવાળી

ચોમાસુ શરૂ થતા જ કેરીની સીઝન હવે મંદ પડી છે. પરંતુ ઉનાળાની અંદર લોકોએ ભરપૂર કેરીનો સ્વાદ માણ્યો. હજુ પણ બજારમાં અલગ અલગ પ્રકારની કેરીઓ મળતી રહે છે, આ વર્ષે કેરીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. તે છતાં પણ લોકોએ મન ભરીને કેરી ખાધી, ત્યારે હાલમાં જ બિઝનેસમેન હર્ષ ગોયંકાએ દુનિયાની સૌથી મોંઘી કેરીની તસવીર શેર કરી છે, જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.

RPG એન્ટરપ્રાઇઝિસના ચેરમેન હર્ષ ગોયંકા સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ જ રસપ્રદ તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે. જેના કારણે તે હંમેશા ચર્ચામાં પણ રહેતા હોય છે. હાલમાં જ તેમને દુનિયાની સૌથી મોંઘી કેરીને આપવામાં આવતી સુરક્ષાની તસવીરો શેર કરી છે જે હવે ચર્ચાનો વિષય પણ બની છે.

મધ્યપ્રદેશના જબલપુરના ખેડૂત પરિહારે આ કિંમતી જાપાનીઝ કેરીના બે વૃક્ષો વાવ્યા છે, જેની સુરક્ષા માટે ત્રણ સુરક્ષા ગાર્ડ અને છ શ્વાન ફરજ બજાવે છે, જેથી કોઈ આ કિંમતી કેરીઓની ચોરી ન કરી શકે. આ કિંમતી કેરીનો રંગ રૂબી છે જે જાપાનીઝ જાતિ છે, જે કેરીમાં જોવા મળતા સામાન્ય રંગથી તદ્દન વિપરીત છે.

આ કેરીનું નામ મિયાઝાકી છે જે વિશ્વની સૌથી મોંઘી કેરી કહેવાય છે. આ કેરીની કિંમત 2.7 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. મિયાઝાકી કેરીઓ મુખ્યત્વે જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવે છે, તેથી આ નામ પણ આ જ નામ પર આધારિત છે. આ પ્રકારની કેરી તેના અસામાન્ય રંગ અને આકાર માટે પ્રખ્યાત છે. રૂબી રંગની કેરીને જાપાનમાં “સન એગ્સ” (જાપાનીઝમાં તાઈયો-નો-તામાગો) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ સૌથી મોંઘી કેરી વિશે પોસ્ટ કર્યા બાદથી 2 હજાર 400થી વધુ લોકોએ તેને લાઈક કરી છે. તસ્વીરોને 357 રીટ્વીટ મળ્યા છે. યુઝર્સે આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે ખૂબ જ માન્ય પ્રશ્ન પૂછ્યો કે “સારી પહેલ છે, પણ ભારતમાં આ કેરીઓનું માર્કેટ ક્યાં છે અથવા એમેઝોન દ્વારા વેચાય છે?” અન્ય ટ્વિટર યુઝરે આશ્ચર્યમાં પૂછ્યું. “આ પહેલા જોયું નથી, શેર કરવા બદલ આભાર,”  આ ઉપરાંત એક અન્ય યુઝરે પૂછ્યું, “જો તમે તેને ખાશો તો શું થશે.” આ પ્રશ્નના જવાબમાં હર્ષ ગોયંકાએ કહ્યું કે, “પેટ ભરાય છે, બીજું શું”.

Niraj Patel