ખબર

ખુશખબરી: માત્ર 50 રૂપિયામાં MRI અને 600 રૂપિયામાં ડાયાલિસિસ, જાણો આ હોસ્પિટલ વિશે

કોરોનાકાળમાં લોકો જો સૌથી મોટી મુસીબતમાં છે તો તે છે દવાઓ પાછળ થતા ખર્ચમાં, સામાન્ય રીતે પણ આપણે જોઈએ તો દવાઓ પાછળ મોટા મોટા ખર્ચ થતા હોય છે. તેમાં પણ રિપોર્ટ, સીટીસ્કેન અને MRI કરાવવાની હોય તો ખર્ચ સાંભળીને જ હૈયું કંપી ઉઠે. પરંતુ હવે એક એવી જાહેરાત થઇ છે જેના કારણે સામાન્ય વર્ગના લોકોમાં ખુશી છે. આ ખુશીનું કારણ છે 50 રૂપિયામાં MRI અને 600 રૂપિયામાં ડાયાલિસિસ.

Image Source

આ જાહેરાત કરી છે દિલ્હી ગુરુદ્વારા શીખ કમિટીએ. જેમાં બંગલા સાહિબ ગરુદ્વારામાં કિડની રોગીઓને માત્ર 600 રૂપિયામાં ડાયાલિસિસની સુવિધા મળવાની સાથે 50 રૂપિયામાં એમઆરઆઈ પણ કરી આપવામાં આવશે.

Image Source

દિલ્હી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ સરદાર મનજિન્દર સિંહ સિરસા અને મહાસચિવ હરમિત સિંહ કાલકાએ શનિવારે તેની જાહેરાત કરી હતી. અહીંની ગુરુ હરકિશન હોસ્પિટલમાં ડાયાલિસીસ સેન્ટર પણ ખોલવામાં આવશે જે આવતા અઠવાડિયાથી શરુ થઇ જશે.

Image Source

દિલ્હીની ગુરુદ્વારા કમિટીના જણાવ્યા પ્રમાણે સરકારી હોસ્પિટલમાં એમઆરઆઈ કરાવવા માટે દર્દીને 2-2 વર્ષ સુધી રાહ જોવી પડે છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં કે પછી લેબમાં MRI સ્કેનનો ભાવ 4000-5000 રૂપિયાની વચ્ચે છે. જેના કારણે હવે સામાન્ય વર્ગના લોકોને 50 રૂપિયામાં MRIનો લાભ પણ અહીંયા મળી શકશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.