અજબગજબ જાણવા જેવું

શું તમે જાણો છો આ સ્કૂલ વિશે જે ભારતની જ નહિ, આખી દુનિયાની સૌથી મોટી સ્કૂલ છે…

ખુબ ઓછા લોકો એ જાણતા હશે કે દુનિયાની સૌથી મોટી શાળા આપણા ભારત દેશમાં જ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બનેલી આ શાળા પૂરી દુનિયામાં પ્રખ્યાત છે અને અહીં હજારો બાળકો અભ્યાસ કરે છે. આજે અમે તમને દુનિયાની આ સૌથી મોટી શાળા વિશેની અમુક ખાસ વાતો જણાવીશું.

Image Source

જણાવી દઈએ કે લખનઉમાં બનેલી આ ‘સીટી મોંટેસરી’ સ્કૂલ દુનિયામાં સૌથી મોટી શાળાની ખ્યાતિ ધરાવે છે. બાળકોની સંખ્યાના આધાર પર આ શાળા દુનિયાની સૌથી મોટી શાળા છે, જેમાં 55 હજાર જેટલા બાળકો અભ્યાસ કરે છે.

Image Source

શાળામાં 55 હજાર બાળકો માટે 4500 લોકોનો સ્ટાફ કામ કરે છે. આ શાળાના લખનુઉ શહેરમાં 18 કૈમ્પસ પણ છે.

Image Source

જણાવી દઈએ કે શાળા વર્ષ 1959 માં માત્ર 5 બાળકોની સાથે શરૂ થઇ હતી, જેના માટે 300 રૂપિયા કર્જ પણ લેવું પડ્યું હતું. આ શાળાનું નામ ગિનીજ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં શામિલ છે.

Image Source

આ ભવ્ય શાળાની સ્થાપના ડૉ.જગદીશ ગાંધી અને ડૉ,ભારતી ગાંધી દ્વારા થઇ હતી, હવે આ સ્કૂલથી આઈસીએસઈ થી માન્યતા પ્રાપ્ત છે. સ્કૂલનું પરિણામ પણ ખુબ જ સર્વશ્રેષ્ઠ રહે છે.

Image Source

જો કે શાળાએ વર્ષ 2005 માં જ 29,212 વિદ્યાર્થીઓની સંખ્યા સાથે રૅકોર્ડ બનાવી લીધો હતો. તેના પહેલા આ રેકોર્ડ ફિલિપિન્સના મનિલા સ્થિત રીજાલ હાઈ સ્કૂલના નામે હતો, જેમાં કુલ 19,738 વિદ્યાર્થીઓ હતા.

Image Source

આ શાળામાં 2,500 શિક્ષકો છે, 3,700 કોમ્પ્યુટર અને 1,000 વર્ગખંડ છે, જ્યા હજારો બાળકો શિક્ષા મેળવે છે. જો કે અન્ય શાળાની જેમ અહીં ભણવા માટે પણ બાળકોના માતા પિતાને અભ્યાસની સાથે સાથે અન્ય સુવિધાઓની પણ સારી એવી ફી આપવી પડે છે.

Image Source

અહીં અભ્યાસની સાથે સાથે રમત ગમત તથા અન્ય કૃતિઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. શાળાને યુનેસ્કોના તરફથી પીસ એજ્યુકેશનનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ