આ છે દુનિયાનો સૌથી મોટો ડ્રામેબાઝ સાપ, જે માણસના નજીક આવતા જ કરવા લાગે છે મરવાની એક્ટિંગ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ કેટલાય વિષયોને લઈને વીડિયો બનતા હોય છે અને તેમાં પણ ઘણા એવા વીડિયો હોય છે તે પળવારમાં વાયરલ પણ થઇ જતા હોય છે. ખાસ કરીને લોકો પ્રાણીઓના વીડિયો જોવાનું વધુ પસંદ કરે છે અને તેમાં પણ સાપ સાથે જોડાયેલા વીડિયો લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતા હોય છે.

દુનિયાની અંદર કેટલીય પ્રકારના અલગ અલગ સાપ જોવા મળતા હોય છે, કેટલાક દેખવામાં ખુબ જ ક્યૂટ લાગતા હોય છે તો કેટલાક ખુંખાર. પરંતુ સાપ ડંખ મારે તો માણસ પાણી પણ નથી માંગતો, ત્યારે હાલ એવા એક સાપનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે નાટકબાઝ છે, અને તેની એક્ટિંગ જોઈને સૌ કોઈ હેરાન રહી જાય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સાપની એક્ટિંગ જોઈને તમે પણ હેરાન રહી જશો. આ વીડિયોમાં તમે જોશો કે સાપ મરવાનું નાટક કરી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે માણસના અવાજ પછી સાપ મરવાની એક્ટિંગ કરતો જોવા મળે છે. વીડિયોમાં સાપની અદભુત એક્ટિંગ જોઈને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. વીડિયો જોઈને તમારા મોઢામાંથી એ વાત નીકળી જશે કે તમે આનાથી વધુ ડ્રામેબાડ સાપ નહીં જોયો હોય.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખતરનાક સાપ ક્યાંક જઈ રહ્યો છે. દરમિયાન, તેને એક વ્યક્તિનો અવાજ સંભળાય છે. જેમ જ સાપને લાગે છે કે તે વ્યક્તિથી જોખમમાં છે, તે તરત જ પલટાઈ જાય છે અને મરવાનો અભિનય કરે છે. તમે જોઈ શકશો કે વ્યક્તિ તેને ઉપાડે છે અને તેની હથેળી પર મૂકે છે, પરંતુ તે દરમિયાન પણ સાપ અભિનય કરતો રહે છે. જ્યારે તે વ્યક્તિ તેને સીધો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે સાપ તેની જીભ બહાર કાઢીને મરવાનો અભિનય કરતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by 🌎 EarthPix 🌎 (@earthpix)

ડ્રામેબાઝ સાપનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને Earthpix નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને જોવાની હરીફાઈ જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. મોટાભાગના યુઝર્સ સાપની એક્ટિંગની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે ‘હોગ્નોઝ સ્નેક’ તેની શાનદાર એક્ટિંગ માટે પ્રખ્યાત છે.

Niraj Patel