વાહ ભારત દેશે કમાલ કરી દીધી, વર્લ્ડ બેન્કે કહી આ મોટી વાત

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વની આર્થિક ગતિવિધિઓ ઉપર રોક લાગી ગઈ હતી. ભારત સહિત મોટાભાગના દેશોના અર્થતંત્રની હાલત ખરાબ થઈ ગઈ હતી. ભારતનો જીડીપી દર પણ નેગેટીવ રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021-2022માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દરમાં 7.5 ટકાથી 12.5 ટકા સુધીનો વધારો થશે તેવી અપેક્ષા વિશ્વ બેંકના સાઉથ એશિયા વેકસીનેટના રિપોર્ટમાં વ્યક્ત કરાઈ છે. બીજી તરફ IMF મત મુજબ ભારતનો વિકાસ દર 11.5 ટકા સુધી રહે તેવો અંદાજ છે.

પ્રતિકાત્મક તસવીર

વોશિંગ્ટન સ્થિત વૈશ્વિક ઘિરાણ સંસ્થાએ પોતાના તાજેતરના સાઉથ એશિયા ઇકોનોમિક ફોક્સ નામના અહેવાલમા જણાવ્યું છે કે કોરોના મહામારી શરૃ થઇ ન હતી તે પહેલા જ અર્થતંત્ર મંદ પડી ગયું હતું. વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFની વાર્ષિક સ્પ્રિંગ બેઠક અગાઉ આ અહેવાલ જારી કરવામાં આવ્યો છે.

વિશ્વ બેન્ક મુજબ અર્થવ્યવસ્થામાં ગત એક વર્ષમાં કોરોના મહામારી અને દેશ વ્યાપી લોકડાઉન છત્તાં ઉલ્લેખનીય ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વ બેન્કે પોતાના હાલના રિપોર્ટમાં ભવિષ્યવાણી કરી છે કે નાણાકીય વર્ષ 2021-22માં દેશની વાસ્તવિક જીડીપી ગ્રોથ 7.5 થી 12.5 ટકા સુધી રહી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

આઈએમએફની વાર્ષિક સ્પ્રિંગ બેઠકના પહેલા જાહેર પોતાની સાઉથ એશિયા ઈકોનોમિક ફોક્સ રિપોર્ટમાં કહ્યું કે કોરોના મહામારી આવવાથી પહેલા જ અર્થવ્યવસ્થા ધીમી હતી. તેમાં કહેવાયું છે કે નાણાકીય વર્ષ 2017માં 8.3 ટકા પહોંચ્યા પછી નાણાકીય વર્ષ 2020માં વિકાસ દર ઘટીને 4.0 ટકા સુધી પહોંચી ગયો હતો.

Shah Jina