ખબર

ઔરંગાબાદમાં ટ્રેને 16 મજૂરોને કચડી નાખ્યા હતા, હવે નવી વાત આવી સામે

કોરોના લોકડાઉનમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને ક્યાં ખબર હતી કે તેની અંતિમ યાત્રા હશે. ટ્રેનના ટ્રેક પર સુતેલા 16 મજૂરોના મોત નિપજ્યા હતા. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર 15 પ્રવાસી મજૂરો માલગાડીમાં આવી જતા મોત થયા છે.

મૃતકોમાં મજૂરોના બાળકો પણ સામેલ છે. તમામ મજૂર મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. આ દુર્ઘટના શુક્રવારે સવારે ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશન પાસે બની હતી. ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા. બે લોકો ઘાયલ થયા છે.

ખુલાસો થયો કે હકીકતમાં મજૂરો ઔરંગાબાદથી પરત ઘરે જતા હતા. 35 કિ.મીચાલ્યા બાદ તેને પાટા પર જ આરામ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ સમયે એને ક્યાં ખબર હતી કે કાયમ માટે ચીર નિંદ્રામાં પોઢી જશે. સવારે સવા પાંચ વાગ્યાની આજુબાજુ ટ્રેન આવતા હોર્ન પણ વગાડયું હતું પરંતુ બધા ગાઢ ઊંઘમાં ઊંઘ ના ઉડતા આ દુર્ઘટના સર્જાય હતી.

Image source

દુર્ઘટના બાદ ટ્રેક પર મજૂરોના શબોની સાથે રોટલીઓ વેરવિખેર હાલતમાં પડેલી જોવા હતી. મજૂરોએ ખાવા માટે આ રોટલીઓ પોતાની પાસે રાખી હતી. રેલ મંત્રી પિયુષ ગોયલે આ પુરી ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કરી છે કે, “આ ઘટનામાં જેમના પણ મોત થયા છે. તેનાથી ખુબ જ દુઃખી છું, મોદીજીએ આ ઘટના પર રેલ મંત્રી પિયુષ ગોયલ સાથે વાત કરી અને સ્થિતિ પર નજર રાખવાનું કહ્યું છે.”

આ ઉપરાંત દિલ્લીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરતા કહ્યું છે, “ઔરંગાબાદની ઘટના ખુબ જ દુઃખદ છે અને લોકડાઉન અને કોરોનાથી ગરીબ લોકોને જ વધારે અસર થઈ છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.