ખબર

25 દિવસે ગુજરાતમાંથી આસામમાં પહોંચ્યો આ વ્યક્તિ, કહ્યું હવે ક્યારેય પોતાના ઘરની બહાર નહિ જાઉં

દેશભરમા લોકડાઉન જાહેર થતાની સાથે જ ઘણા લોકો ઘણી જગ્યાએ ફસાઈ ગયા હતા, કોઈ કામ માટે બહાર ગયું હતું, તો ઘણા લોકો પોતાના વતરાંથી દૂર રહીને બીજા રાજ્યમાં જઈને નોકરી કરતુ હતું, તો કોઈ બીજા દેશમાં ફરવા માટે કે કોઈ કામ માટે ગયું હશે અને એ ત્યાંની ત્યાં જ ફસાઈ ગયું હતું, ઘણા લોકો આ દરિમયાન એક શહેરથી પોતાના ગામ તરફ અને એક રાજ્યથી પોતાના રાજ્ય તરફ ચાલીને પણ નીકળી ગયા હતા. આવો જ એક વ્યક્તિ જે ગુજરાતમાંથી ચાલીને પોતાના વતન આસામમાં 25 દિવસે પહોંચ્યો હતો.

આવી જ રીતે પોતાના ગામમાં જવા વાળો આસામનો એક મજુર ગુજરાતમાં રહેતો હતો, જેનું નામ જાદવ ગોગાઈ હતું, તે 25 દિવસે પોતાના ગામ પહોંચ્યો હતો. રસ્તામાં તે ચાલતા ઘણું ચાલ્યો અને કોઈ વાહન મળી જાય તો એના સહારે પણ તે આગળ વધતો ગયો અને એમ કરતા તે 25 દિવસે પોતાના ગામમાં પહોંચ્યો હતો.

તેના ગામ પહોંચવા ઉપર ગોગાઈને હોમ ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યો છે. તેને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવીમ ભૂખે તારે તે 25 દિવસ સુધી ગુજરાતથી પોતાના વતન આવવા માટે ભટકતો રહ્યો અને આખરે તે પોતાના વતન પહોંચ્યો હતો. એક અંગ્રેજી સમાચારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું કે : “હું કોઇપણ મારા ગામમાં આવવા માંગતો હતો, ત્યાં ખાવા માટે કઈ જ નહોતું, અમારી પાસે પૈસા પણ નહોતા, દુકાન બંધ હતી, હું ત્યાં રહેતો તો ભૂખ્યો મરી જતો.”

ગોગાઈ પોતાના કેટલાક સાથીઓ સાથે 25 માર્ચના રોજ અમદાવાદ પાસે આવેલા ચંડોળાથી પોરાના ગામ જવા નીકળ્યો હતો. તેના એક સાથીએ જણાવ્યું કે: “25 માર્ચના રોજ અમે ત્યાંથી બસમાં નીકળ્યા, ત્યારબાદ ટ્રકમાં બેસી અમે બનારસ પહોંચ્યા, હું ત્યાંનો જ રહેવાસી હતો, અને ગોગોઈએ કહ્યું કે તે ત્યાંથી ચાલ્યો જશે, પછી આગળ તે કેવી રીતે પહોંચ્યો મને ખબર નથી.”

Image Source

ગોગોઈના એક સંબંધીએ જણાવ્યું કે: “તેને યુપી પહોંચીને મને ફોન કર્યો હતો અને કહ્યું કે બિહાર જવા માટે તે બસ પકડી રહ્યો છે પછી તે ચાલીને પોતાના ગામ પહોંચી જશે, મેં કહ્યું કે આ 1000 કિલોમીટરનું અંતર છે. તે ઉપરાંત લોકડાઉન પણ છે, આવામાં આવું ખતરનાક સાબિત થશે.” પરંતુ ગોગોઈ માણ્યો નહીં અને 13 એપ્રિલના રોજ ગોગોઈએ ઘરે કોલ કરીને જણાવ્યું કે તે આસામના બારપેટા પહોંચી ગયો છે. અહિયાંથી તેના ઘરનું અંતર 300 કિલોમીટર છે.”

Image Source

19 એરપોલના દિવસે જયારે ગોગોઈ પોતાના ગામથી 45 કિલોમીટર દૂર પહોંચ્યા ત્યારે તેના પરિવાર જનોએ પોલીસને જાણ કરી, ત્યારબાદ એક ગાડી મોકલી અને તેમને લાવવામાં આવ્યા, ગોગોઈએ કહ્યું કે “હું ખુશ છું કે કોઈપણ રીતે હું મારા ગામમાં પહોંચી ગયો, પરંતુ એક વાત નક્કી છે કે હું હવે મારા ઘરેથી ક્યારેય પાછો નહીં જાઉં”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.