આને કહેવાય ખરી મહેનત…માથા પર બાઈક મૂકીને સિડીની મદદથી ચઢાવી બસ ઉપર, વીડિયો જોઈને લોકોએ કહ્યું, “આની આગળ બહુબલી પણ ફેલ”, જુઓ

આ ભાઈની મહેનત આગળ બાહુબલી અને સુપરમેન પણ ફેલ થતા જોવા મળશે, જુઓ વીડિયોમાં કેવી રીતે બાઈક માથા પર મૂકીને ચઢાવી બસ પર

આજે ઘણા લોકો એવા છે જે કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, થોડા પૈસા કમાવવા માટે પણ ઘણા લોકો એવી મહેનત કરે છે જે જોઈને આપણું હૈયું પણ હચમચી જતુ હોય છે, આવા મહેનતુ લોકોના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને આપણે પણ આ વીડિયોને જોઈને સલામ કરીએ છીએ. ત્યારે હાલ એવો જ એક મહેનતુ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં સૌના દિલ જીતી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક વ્યક્તિને કાળી મજૂરી કરતા જોઈ શકાય છે. પોતાના પરિવારનો પેટનો ખાડો પુરવા માટે આ વ્યક્તિએ જે કામ કર્યું એ જોઈને સૌ કોઈ તેને સલામ કરી રહ્યું છે. આ વ્યક્તિ એક ભારે ભરખમ બાઈક લઈને બસની ઉપર ચઢાવતો જોવા મળી રહ્યો છે. જેના કારણે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વીડિયોમાં એક બસ ઉભેલી દેખાય છે. જેના પર એક સીડી ગોઠવેલી છે, ત્યારે જ એક વ્યક્તિ માથા પર ભારેખમ બાઈક મૂકીને આવે છે. એ સિડી પરથી એક વ્યક્તિ પહેલા બસ પર ચાલ્યો જાય છે, જેના બાદ બાઈક લઈને આવેલો વ્યક્તિ ઉપર ચઢવા લાગે છે, તેને બાઈક એ રીતે બેલેન્સ કર્યું છે કે પોતાના બંને હાથ છોડીને તે સરળતાથી બાઇકને બસની ઉપર ચઢાવે છે, જેના બાદ બસની ઉપર રહેલી વ્યક્તિ બાઈક ઉતારી લે છે.

ત્યાં હાજર કોઈએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી અને પછી આ વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો. આ વાયરલ વીડિયોને જોઈને લોકો પણ પોતાની જાતને કોમેન્ટ કરતા રોકી ના શક્યા અને કહેવા લાગ્યા કે આ ખરેખર સુપરમેન છે, તો કોઈએ એમ પણ કહ્યું કે આ રિયલ લાઈફનો બાહુબલી છે, તો કોઈએ આને વર્ષોની મહેનત અને તાલીમ પણ કહ્યું.

Niraj Patel