ખબર

લોકડાઉનમાં ચમકી મજુરની કિસ્મત, બની ગયો રાતોરાત લખપતિ, મળી આ ખુબ જ કિંમતી વસ્તુ

લૉકડાઉનમાં ઘર ચલાવવાના ફાંફા હતાં પછી હાથ લાગી એક વસ્તુને કે એક જ રાતમાં મજૂર બની ગયો લાખોપતિ…!

કોનું કિસ્મત ક્યારે બદલાઈ જાય તે કઈ નક્કી નથી હોતું, આ લોકડાઉનમાં ઘણા લોકોનું કિસ્મત પાછું પડ્યું તો ઘણા લોકોનું કિમસ્ત જાણે બદલાઈ ગયું, પરંતુ આજે જે ખબર આવી રહી છે તે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે.

Image Source

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં એક 35 વર્ષીય મજૂરને ખોદકામ દરમિયાન મંગળવારે 10.69 કેરેટનો ઉચ્ચ ગુણવત્તા વાળો ખુબ જ કિંમતી હીરો મળી આવ્યો હતો. જાણકારો પ્રમાણે તેની નીલામી દરમિયાન 50 લાખ રૂપિયાથી લઈને એક કરોડ સુધીમાં તે વેચાઈ શકે છે. પન્ના હીરાના ખદાન માટે પ્રખ્યાત છે.

Image Source

હીરા કાર્યાલય પન્નાના હીરા અધિકારી આર.કે. પાંડેએ જણાવ્યું કે આ ખુબ જ કિંમતી હીરો આનંદી લાલ કુશવાહાને મળ્યો છે. તેનું વજન 10.69 કેરેટ છે. તેમને જણાવ્યું કે આ હીરો તેને પન્ના જિલ્લા મુખ્યાલયના નજીક 15 કિલોમીટર દૂર રાણીપુરના ઉથલી હીરા ખદાનના ખોદકામ દરમિયાન મળ્યો છે.

Image Source

તેમને એમ પણ જણાવ્યું કે આ હીરાને તેને હીરા કાર્યાલયમાં જમા કરાવી દીધો છે. અને તેને વેચવા માટે થોડા દિવસમાં નીલામી પણ રાખવામાં આવશે. આ નીલામી દરમિયાન જે પૈસા આવશે એમાંથી ટેક્સ કાપીને તે વ્યક્તિને આપી દેવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.