જ્યોતિષ શાસ્ત્ર

આ ઘરથી માતા લક્ષ્મીજી હંમેશા રહે છે નારાજ, કયારે પણ ના કરો આ 11 કામ

બરબાદ થઇ જશો જો તમે આ 11 કામ કરશો તો

ભારતીય સંસ્કૃતિમાં ઘરમાં દીકરી અને વહુને લક્ષ્મી દેવીનું રૂપ માનવામાં આવે છે. ઘરમાં દીકરી અને વહુના શુભ કર્મો અને લક્ષણોથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે. અહીં દરેક શુભ કામ ઘરની લક્ષ્મી એટલે કે, વહુ અને દીકરીને વિશેષ મહત્વ આપવામાં આવે છે.

આ સાથે જ ઘરની ગૃહલક્ષ્મીના સારા અને ખરાબ કામનું ફળ પણ ઘરના સુખ અને સૌભાગ્ય પર પડે છે. ઘરમાં લક્ષ્મીની કૃપા બની રાખવા માટે ઘરની લક્ષ્મીએ ખરાબ અને અશુભ કર્મથી બચીને રહેવું જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જેવા લોકોને હંમેશા પૈસાની તંગી રહે છે અથવા પૈસા હોવા છતાં પણ હાથમાં પૈસા નથી ટકતા તેના પર માતા લક્ષ્મીની કૃપા નથી રહેતી. જે લોકો માતા લક્ષ્મીજી નનારાજ થઇ જાય છે. ઘરમાં સુખ-શાંતિનો વાસ નથી થતો..

આજે અમે તમને જણાવીશું કે ક્યાં લોકોના ઘરમાં માતા લક્ષ્મી નારાજ થાય છે.

Image Source

1.ઝાડુનું અપમાન ના કરવું.
ધાર્મિક માન્યતા અનુસાર, ઝાડુને દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. ઘરની મહિલાઓએ ઝાડુને ઉચ્ચિત સન્માન કરવું જોઈએ. આપણે ઘણી વાર ઘરમાં જોતા હોય છે કે, લોકો પગથી ઝાડુને ઠોકર મારી દે છે. પરંતુ ઘરની મહિલાઓએ ભૂલથી પણ ઝાડુને પગ ના લગાડવા જોઈએ. આ સાથે જ ઝાડુને હંમેશા ઉચિત સ્થાન પર રાખવું જોઈએ.

Image Source

2.ઘરે આવેલ મહેમાનોનું અપમાન ના કરવું જોઈએ
ઘરમાં આવેલા મહેમાનોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરની મહિલાઓએ ભૂલથી પણ ઘરે આવેલા મહેમાનનું અપમાન ના કરવું જોઈએ. ઘરની લક્ષ્મીએ ઘરે આવેલા મહેમાનનું સ્વાગત કરવું જોઈએ. મહિલાઓનું સ્વાગત કરવાથી ભગવાનની કૃપા થાય છે તેથી સુખ-સમૃદ્ધિ થાય છે.

3.ઘરના દરવાજાને ક્યારે પણ ના પછાડો
સ્ત્રીઓએ કયારે પણ ઘરના દરવાજાને પછાડવા જોઈએ નહીં. માનવામાં આવે છે કે, ઘરના દરવાજા પછાડવાથી માતા દેવીની કૃપા નષ્ટ થઇ જાય છે.

4.ઘરમાં ગંદકી રાખવી
આપણે સૌ જાણીએ છીએ કે, લક્ષ્મીને સાફ-સફાઈ વધુ પ્રિય છે, જ્યાં સાફ-સફાઈ નથી થતી ત્યાં લક્ષ્મીજી નથી ટકતી. પરંતુ આજે આધુનિક યુગની મહિલાઓ ઘરની સાફ-સફાઈ પ્રતિ વિશેષ ધ્યાન નથી રાખતી. આજના સમયમાં મહિલાઓ જેટલું ધ્યાન શણગારમાં આપે છે તેટલું ધ્યાન ઘરની સાફ-સફાઈમાં નથી આપતી. જેના કારણે ઘરમાં ગંદકી થાય છે. ઘરમાં ગંદકી હોવાને કારણે લક્ષ્મીજીથી નારાજ થઈને ચાલે છે. આથી જો તમે ઇચ્છતા હોય તો તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા રહેવા ઇચ્છતા હોય તો ઘરની સાફ-સફાઈમાં ધ્યાન આપવું.

Image Source

5.જે લોકોના ઘરમાં દારૂનું સેવન થતું હોય
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જે ઘરમાં માંસ અને દારૂનું સેવન થતું હોય તે ઘરમાં કયારે પણ લક્ષ્મીજીનો વાસ નથી થતો. જો તમારા ઘરમાં પણ કોઈ માંસ અને દારૂનું સેવન કરતું હોય તે લોકોએ છોડી દેવું જોઈએ.

Image Source

6.રાતના એઠા વાસણો ક્યારે પણ ના રાખવા જોઈએ.
ધાર્મિક માન્યતા અનુસાર, ઘરની રસોઈને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, રસોડાને ચોખ્ખું રાખ્વાથી દેવી લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે, ઘણા લોકો રાતે એઠા વાસણ રરાખી દે છે. રાતે એઠા વાસણ રાખવાથી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ રાખવા માટે જરૂરી છે કે રાતે એઠા વાસણને ધોઈને સાફ-સફાઈ કરીને રાખવા જોઈએ.

7.ભોજન બની ગયા બાદ ચુલ્લા પરથી વાસણ હટાવી દેવા જોઈએ.

ઘણી વાર આપણે જોતા હોય છે કે, મહિલાઓ રસોઈ કર્યા બાદ વાસણ એ જ સ્થિતિમાં રાખી દે છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, રસોઈ બની ગયા બાદ ચુલ્લા પરથી વાસણ ને બીજા વાસણ હટાવી દેવા જોઈએ. કારણ વગર વાસણ રાખવા સારું માનવામાં નથી આવતું.

8.ઘરના ઉંબરે ના બેસવું જોઈએ
ઘરન મહિલાઓએ કયારે પણ ના તો ઉંબરે બેસવું જોઈએ ના તો ત્યાં બેસીને કંઈ ખાવું-પીવું જોઈએ. શાસ્ત્રોમાં ઉંબરાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. માન્યતા છે કે, ઉંબરામાંથી જ દેવી લક્ષ્મીનો પ્રવેશ થાય છે. આ જગ્યા પર બેસવું માન્યતા અનુસાર સુખ-સમૃદ્ધિ જતી રહે છે.

Image Source

9.મહિલાઓનું સન્માન કરવું
મધુર બોલવા વાળા, અન્નનું સન્માન કરવા વાળા અને સદાચારી લોકોના ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે. પરંતુ જ્યાં ગાળા-ગાળી થતી હોય અથવા મહિલાઓનું અપમાન કરવામાં અવતતુ હોય તો માતા લક્ષ્મીની કૃપા ક્યારે પણ નથી થતી.

10.આળસુ લોકોના ઘરમાં કયારે પણ નથી રહેતી માતા લક્ષ્મી
તે ઘરમાં માતા લક્ષમીજી ક્યારે પણ નથી રહેતી જે ઘરનો મુખ્ય માણસ સૂર્યોદય સુધી સૂતો રહે છે. આ સિવાય આળસુ લોકો, ઈશ્વરમાં વિશ્વાસ ના રાખનારા લોકો, ચોર, ભ્રષ્ટાચારી લોકોના ઘરમાં ક્યારે પણ લક્ષ્મીજી બિરાજમાન નથી થતી.

Image Source

11.સવારે વહેલા ઉઠી જવું.
જે ઘરની મહિલાઓ સવારે મોડે સુધી સૂતી રહે છે તે ઘરથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. આ સિવાય દિવસ દર્મિયા નપણ સ્ત્રીઓ સૂતી રહે છે અથવા સાસુ-સસરાનું અપમાન કરે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી રહેતો. મહિલાઓએ સવારે જલ્દી ઉઠી જવું જોઈએ ને મોટાનો આદર કરવો જોઈએ.