ખબર

VIDEO: પોતાના બચ્ચા માટે કેવી રીતે સાપ સાથે ભીડાઈ ગયો લક્કડખોદ

એક મા પોતાના બાળક માટે કશું પણ કરી શકે છે. પોતાના બચ્ચાને બચાવવા માટે એક મા કશું પણ કરી શકે છે. ભલે પછી એ મનુષ્ય હોય કે કોઈ જાનવર કે કોઈ પક્ષી. ત્યારે પોતાના બચ્ચાને ઝેરીલા સાપથી બચાવવા માટે એક માદા લક્કડખોદ સાપને ભીડી જાય છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયો ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુસંતા નંદાએ શેર કર્યો છે.

Image Source

સુસંતા નંદાએ આ રૂંવાડા ઉભા કરી દેનાર વિડીયો શેર કરવાની સાથે લખ્યું – ‘આ ગ્રહની કોઈ પણ તાકાત માના પ્રેમને હરાવી નથી શકતી. પોતાના બચ્ચાને સાપથી બચાવવા માટે લક્કડખોદ સાપ સાથે પણ લડે છે.’ આ 27 સેકન્ડના વીડિયોની શરૂઆતમાં દેખાય છે કે લક્કડખોદ પોતાના માળા પાસે કશોક એટેક કરે છે અને તરત જ સાપ બહાર આવે છે. બંને વચ્ચે કેટલીક મિનિટો સુધી મુકાબલો ચાલો છે. બંનેનો આ વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

કટોકટીની લડાઈમાં લક્કડખોદ સાપથી ઘાયલ થાય છે પણ તેમ છતાં પોતાના બચ્ચાને બચાવવાના પ્રયાસ બંધ નથી કરતી. આ વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થયો છે અને અત્યાર સુધીમાં કરોડો વાર જોવાઈ ચુક્યો છે, અને લાખો વાર શેર થયો છે. લોકો આ વીડિયોને રીટ્વીટ કરીને માના પ્રેમ વિશે વાત કરી રહયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.