આ વ્યક્તિએ બનાવ્યું વીજળી વગર ચાલતું લાકડાનું ટ્રેડમિલ, જોઈને આનંદ મહિન્દ્રા પણ થઇ ગયા અભિભૂત, શેર કર્યો વીડિયો

આપણા દેશની અંદર ટેલેન્ટેડ લોકો ભરપૂર પડેલા છે. અને હાલ જમાનો સોશિયલ મીડિયાનો હોય તેમનો ટેલેંટ બહાર આવતો રહે છે અને ઘણા લોકો તો રાતો રાત સ્ટાર પણ બની જતા હોય છે. ઘણા લોકો દેશી જુગાડ દ્વારા એવી એવી વસ્તુઓ બનાવી દે છે કે સામાન્ય લોકોની સાથે સેલ્બ્સ પણ તેમને સલામ કરે છે અને તેમના કામને દુનિયાને બતાવે છે.

હાલ એવો જ એક વીડિયો દેશના મોટા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાને ‘લાકડાની ટ્રેડમિલ’ એટલું ગમ્યું છે કે તેઓ હવે પોતાના માટે પણ આવું ટ્રેડમિલ ઈચ્છે છે. પરંતુ તેમને માત્ર ટ્રેડમિલ જ નહીં, પરંતુ તેની અને તેના નિર્માતાની ઘણી વિશેષતાઓ પણ પસંદ આવી છે.

આ ટ્રેડમિલને તેલંગાણાના એક વ્યક્તિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ટ્રેડમિલનો વીડિયો હાલ ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ ટ્રેડમિલની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે મેન્યુઅલી કામ કરે છે અને વીજળીનો બિલકુલ વપરાશ કરતું નથી. મતલબ કે આ ટ્રેડમિલ પર દોડવાથી તમારું શરીર સ્વસ્થ જ નહિ રહેશે, પરંતુ તમારા પોકેટ મની પણ વધશે.. એટલે કે ડાયેટ ફૂડ પર ખર્ચવામાં આવતા વધારાના પૈસા વીજળીના બિલમાંથી બચાવી શકાય છે.

આનંદ મહિન્દ્રાએ આ ટ્રેડમિલના વખાણમાં ટ્વિટર પર ઘણી બધી વાતો કહી છે. તેમણે લખ્યું, “જ્યારે દુનિયા એક કોમોડિટી જેવી બની રહી છે, મશીનો ઉર્જા માટે ભૂખ્યા છે, ત્યારે કારીગરી માટે આ પ્રકારનો જુસ્સો, કલાકોની પ્રતિબદ્ધતા અને સખત મહેનત આ હાથથી બનાવેલી ટ્રેડમિલને માત્ર ટ્રેડમિલ બનાવે છે, પરંતુ તે ‘કલા’ બનાવે છે. મારે પણ એક જોઈએ છ.”

આ ‘વુડન ટ્રેડમિલ’ બનાવનાર આ વ્યક્તિની ઓળખ હાલ જાહેર કરવામાં આવી નથી. પરંતુ 45 સેકન્ડની આ ક્લિપ ખૂબ વાયરલ થઈ છે. આ વીડિયોમાં તેને બનાવનાર વ્યક્તિ તેને કેવી રીતે ચલાવવી તે પણ કહી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ નવા આઈડિયાને જોઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે “વાહ ભાઈ, તમે અદ્ભુત કર્યું છે. બીજા યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું “ખૂબ સરસ.”

Niraj Patel