ઢોલીવુડ મનોરંજન

મહિલા દિવસ સ્પેશિયલ: ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરતી મહિલાઓ પણ સમાજની મહિલાને તેમના વિકાસ માટે સુંદર સંદેશ આપે છે

આજે આપણે જોઈએ છીએ કે, મહિલાઓ પુરુષ સમોવડી થઈને ઉભી છે. બધા જ ક્ષેત્રમાં મહિલાઓ જોવા મળે છે, પછી તે આર્મી હોય કે પાઇલોટમાં હોય. તો બીજી તરફ સરકાર પણ બેટી બચાવો, બેટી ભણાવોના નારા લગાવી રહી છે. આજના જમાનામાં આપણે લિંગ સમાનતા અને તેને જોડાયેલી રૂઢિઓને તોડવાની વાત કરીએ છીએ, ત્યાં ફિલ્મોમાં મહિલાઓનું પાત્ર પણ વિકસી રહ્યું છે.

Image Source

તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ ગોળકેરી તેના પ્રગતિશીલ પંથે તેની વાર્તાને લઈને પ્રશંસા પામી રહી છે તેમજ આ ફિલ્મ જણાવે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી યુવાવર્ગ સાથે જોડાણ થઈ શકે તેવું દર્શાવવામાં પણ સક્ષમ છે. આ ફિલ્મમાં બે મહિલા પાત્રો છે, જે જુદી જુદી પેઢી સાથે સંબંધિત છે, પરંતુ તેઓ જેને પ્રેમ કરે છે તે વ્યક્તિ સાથે રહેવાનો તેમનો સંકલ્પ મજબૂત છે અને જ્યારે વિપરીત પરિસ્થિતિઓ સર્જાય છે ત્યારે આ સંકલ્પ વધારે નિશ્ચયી બનતો જાય છે.

Image Source

વંદના પાઠકનું પાત્ર આ ફિલ્મની અંદર જ્યોત્સના સુતરીયા તરીકેનું છે, તેમને આ પાત્રને બખૂબી નિભાવ્યું પણ છે. એક પત્ની હોય કે માતા તેમના ભાગે આવેલી જવાબદારીને તેમને ઉમદા રીતે નિભાવતા પણ શીખવ્યું છે, પતિ સાથે જીવનના વર્ષો વિતાવનાર જ્યોત્સનાએ જીવનમાં ઘણા જ કડવા અનુભવો પણ કર્યા છે, પતિ સાથેની ખટપટ અને ઝગડાને તેમને પોતાની આગવી સમજણ દ્વારા સમાધાન તરફ પણ લઈ ગયા છે અને એટલે જ તેમના પુત્રના જીવનમાં આવેલી મુશ્કેલીઓનો પણ તેમને તેમના અનુભવ દ્વારા જ સમાધાન લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમને પોતાના દીકરાની વાત પણ સાંભળી અને થનાર પુત્રવધૂને પણ સાંભળવાનો અને સમજાવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. પોતાના પતિ સાથે દુઃખના સમયમાં ખટપટો અને ઝગડા થવા ઉપરાંત પણ હંમેશા તેમનો સાથ આપ્યો છે. એક ગામડાની ચાર ચોપડી નાપાસ સ્ત્રી હોવા છતાં પણ શહેર સાથે એક ગજબનો તાલમેલ સાધ્યો છે. આજની સ્ત્રીઓ માટે વંદના પાઠકનું આ પાત્ર ઘણું જ પ્રેરણા દાયક છે, કોઈ નવી વસ્તુ શીખવાની હોય કે આજની પેઢીના બાળકોને સમજવાના હોય, એ વાતને તેમના પાત્રમાં બહુ જ સરસ રીતે વણી લીધી છે.

Image Source

ફિલ્મમાં બીજું એક મહિલા પાત્ર માનસી પારેખ છે. માનસી પારેખ એક બાળકીની માતા છે છતાં પણ પોતાની આગવી આવડત દ્વારા તેમને ફિલ્મ અને પોતાના અંગત જીવન સાથે એક સુંદર તાલમેલ સાધ્યો છે. આ ફિલ્મની અંદર તે હર્ષિતા નામનું પાત્ર નિભાવી રહી છે અને આ પાત્રમાં તે એક સ્ટેન્ડ-અપ-કોમેડિયન બતાવવામાં આવે છે, જે પોતાના શરૂઆતના સમયમાં પોતે જ હાસ્યાસ્પદ બને છે, છતાં પણ પોતાની હિંમત અને આગળ વધવાની ઈચ્છાના કારણે એક પછી એક સ્ટેપ ચઢતી જાય છે. પોતાના કેરિયરને લઈને સજાગ હોવા ઉપરાંત પણ આ ફિલ્મમાં સંબંધોને સાચવવાની પણ એક આગવી સમજણ હર્ષિતાના પાત્રમાં છલકી આવે છે. પોતાના પ્રેમી અને થવા વાળા પતિને સાથ આપવા માટે તે હંમેશા તૈયાર હોય છે, તેનો પ્રેમી અસફળતાના ડરથી પીડાતો હોય છે, તે દેવામાં પણ ડૂબી જાય છે છતાં પણ હર્ષિતા તેનો સાથ નથી છોડતી અને તેને સતત આગળ લાવવાના પ્રયત્નો કરે છે. આજની યુવા પેઢી માટે પણ હર્ષિતાનું આ પાત્ર ખુબ જ પ્રેરણા દાયક છે.

Image Source

માનસી પારેખ અને વંદના પાઠકના આ બંને પાત્રો સમાજને એક સુંદર સમજણ પુરી પાડે છે. બે અલગ અલગ યુગની સ્ત્રીઓ દ્વારા આખા સમાજને એક મોટો સંદેશો આપવાનું કામ આ બંને પાત્રો કરે છે. સ્ત્રીઓ પોતાની જાતને કેવી રીતે આગળ લાવી શકે તે વાત આ ફિલ્મમાં ચોક્કસ સમજાશે, સમાજમાં એક સ્ત્રીની શું ફરજો છે એ વાત સમજવા માટે આ ફિલ્મના મહીલા પાત્રો ખરેખર પ્રસંશાને પાત્ર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.