ધાર્મિક-દુનિયા

માતા લક્ષ્મીને પ્રિય હોય છે આ 10 આદતવાળી મહિલાઓ, આવી મહિલાઓ હંમેશા ભાગ્યશાળી હોય છે

જો સ્ત્રીમાં આ ૧૦ આદત હશે તો ઘરમાં તિજોરીઓ છલકાઈ જશે

માતા લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે. જો તમે જીવનમાં સુખ-શાંતિ અને સંપન્ન રહેવા માંગતા હોય તો તમારા ઉપર માતા લક્ષ્મીજીના આશીર્વાદ રહેવા આવશ્યક છે. પરંતુ માતા લક્ષ્મી ફક્ત એ લોકોની જ મનોકામના પૂર્ણ કરે છે જે લોકોમાં ખાસ આદત હોય છે. ખાસ કરીને મહિલાઓએ આ આદતના નિયમનું પાલન અવશ્ય કરવું જોઈએ. જે મહિલાઓ આ નિયમનું પાલન કરે છે તેની ઉપર માતા લક્ષ્મીજીની કૃપા અવશ્ય રહે છે.

આવો જાણીએ, માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના નિયમ વિષે.

Image Source

જે મહિલાઓ દરરોજ નિયમિત રૂપથી ઘરમાં પૂજા-પાઠ કરે છે. તે મહિલાઓ માતા લક્ષ્મીજીને બહુજ પ્રિય હોય છે. ઘરમાં પૂજાપાઠ કરવાથી મન શુદ્ધ થાય છે. આ મહિલાઓ અન્ય મહિલાની તુલનામાં ઘણી પોઝિટિવ હોય છે. જે મહિલાઓ શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજી માટે વ્રત રાખે છે તે મહિલાઓ ઉપર માતા લક્ષ્મીજી અતિ પ્રસન્ન થાય છે. કારણે જે મહિલાઓ માતા લક્ષ્મીજીને પ્રસન્ન રાખવા માટે ભૂખી રહે છે તે મહિલાઓને માતા લક્ષ્મી હંમેશા સુખી રાખે છે. આ મહિલાઓના ઘર સંસારમાં માતા લક્ષ્મીજી કયારે પણ કોઈ પણ વસ્તુની કમી નથી આવવા દેતી.

જે મહિલાઓ તેના બાળકો દીકરો હોય કે દીકરી બન્નેને એક સમાન રાખે છે, બન્નેમાં કોઈ ભેદભાવ નથી રાખતી. આ આદતવાળી મહિલાઓ માતા લક્ષ્મીજીને બહુ જ પ્રિય હોય છે.

Image Source

એ મહિલા શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીના નામનો દીવો નિયમિત રૂપે કરે છે તેવી મહિલાઓ માતા લક્ષ્મીજીને બહુજ પસંદ કરે છે. જે મહિલાઓ શુક્રવારના દિવસે ઘરમાં નોનવેજ નથી બનાવતી તેના પર પણ પ્રસન્ન હોય છે. આ મહિલાઓએ જીવનમાં આવનારી બધી પરેશાનીઓને દૂર કરી શકાય છે.

લક્ષ્મીજી માટે શુક્રવારના દિવસને શુભ માનવામાં આવે છે.આ દિવસે કોઈ મહિલા કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને દાન કરી ખાવાનું અને કપડાં આપે છે તેવી મહિલાઓ ઉપર લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા બનાવી રાખે છે. જ મહિલાઓ મોટા, વૃદ્ધોને સમ્માન આપીને સારો વ્યવહાર કરે છે તે મહિલાઓને બહુ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જે મહિલાઓ ઘર-પરિવારમાં હળીમળીને રહે છે સાથે જ જે મહિલાઓ ઘરની ઉન્નતિ માટે હંમેશા સારા કાર્ય કરી માન સન્માન આપે છે તેવી મહિલાઓ હંમેશા માતા લક્ષ્મીજીને પ્રિય હોય છે.

Image Source

જે મહિલાઓ હંમેશા ઘરને સાફ રાખી માતાને શૃંગાર કરીને ચંદનનો ચાંદલો કરી માતા લક્ષ્મીની નિયમિત પૂજા પાઠ કરે છે. તેના પર માતા લક્ષ્મીજીની હંમેશા કૃપા જ રહે છે. જે મહિલાઓ સવારે સૂર્યોદય પહેલા જાગી જાય છે અને સાંજના સમયે સૂતી નથી તેની ઉપર સૌથી પહેલા લક્ષ્મીજીની કૃપા થાય છે. આ મહિલાઓની માતા લક્ષ્મીજી સૌથી પહેલા પ્રાર્થના સાંભળી લે છે.