વાયરલ

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર મહિલાએ એવી સાડી પહેરી કે લોકો જોઈને જ હસવા લાગ્યા, જુઓ વીડિયો

આપણે એક ગીત તો સાંભળ્યું જ હશે, “બદન પે સિતારે લપેટે હુએ”. હવે આ ગીતમાં જે ઉલ્લેખ કર્યો છે તે હકીકતમાં તો જોવા મળશે નહીં, પરંતુ આવો જ એક વીડિયો જરૂર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા બદન ઉપર સિતારા લપેટીને ચાલી રહી છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલાએ લાઇટવાળી સાડી પહેરી છે. તો આ મહિલાને જોઈને બીજી મહિલાઓને હસવું પણ આવી રહ્યું છે. તો એક વ્યક્તિ તેમાં દુકાનની લાઈટ બંધ કરવાનું પણ કહે છે, જેના કારણે આ સાડી વધારે ચમકે.

આ વીડિયોને ટ્વીટર યુઝર્સ પુનિત શર્માએ શેર કર્યો છે, સાથે તેને કેપશન પણ આપ્યું છે કે “બદન પે સિતારે લપેટે હુએ.” આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.