વરસાદના પાણીમાં ફસાઈ ગઈ મહિલા તો ગામના લોકોએ બાઈક ઉપર બેસાડી અને કરાવી નદી પાર, વાયરલ થયો વીડિયો, જુઓ

આ વર્ષે ચોમાસામાં દેશભરમાં ધોધમાર વરસાદ વરસ્યો હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે પાણી પણ ભરાઈ જવાની ખબરો સામે આવી છે, તો ઇન્ટરનેટ ઉપર પણ વરસાદના ઘણા વીડિયો સામે આવ્યા છે, ત્યારે હાલ એવો જ એક ગજબનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલાને પુલ પાર કરાવવા માટે ગામના લોકોએ ગજબનો જુગાડ અપનાવ્યો.

રાજસ્થાનના બરાનના કસ્બાથાણા વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે આ વિસ્તારની નદી અને નાળામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સમસ્યાના કારણે અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે જેના કારણે લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે. જોકે, આ વિસ્તારમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો.

ભારે વરસાદના કારણે એક પુલ પરથી પાણી વહેવા લાગ્યું હતું, પરંતુ કેટલાક લોકોએ મહિલાને રસ્તો ઓળંગવા માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો હતો. કેટલાક લોકો ચરાખડી ગામ તરફ જઈ રહ્યા હતા, તે રસ્તામાં એક મહિલા પણ ફસાઈ ગઈ. ત્યારે ગામના લોકોએ નદી પાર કરવા માટે અદ્ભુત રસ્તો અપનાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

ચરખાડીની નદીમાં ગાબડું પડ્યા બાદ કેટલાક લોકોએ મહિલાની મોટરસાઇકલને ખભા પર ઊંચકીને મહિલાને ખભા પર રાખેલી બાઇકની ઉપર બેસાડી નદીના પુલ પરથી પસાર કરાવ્યા હતા. ગામના રહેવાસી સંજીવ યાદવે આ વિશે જણાવ્યું કે, પથરી ગામના રહેવાસી દંપતી બાઇક પર ચરાખડી ગામ જવાનું હતું. આવી સ્થિતિમાં નદીના પુલ પર બે ફૂટથી વધુ પાણીની ચાદર વહી રહી હતી. દંપતીએ બાઇક સાથે નદી પણ ઓળંગવી હતી, જેથી ગ્રામ્ય યુવકોએ બાઇકને બાંધણી પર ઊંચકીને મહિલાને તેના ઉપર બેસાડી, પુલ વટાવી ગામ પહોંચ્યું હતું.

Niraj Patel