મહિલા પોલિસકર્મીની મોતથી મચ્યો હડકંપ, પિતા બોલ્યા- બહાદુર દીકરી નથી કરી શકતી સુસાઇડ, પોલિસે કહી આ વાત

મહિલા સબ ઈન્સ્પેક્ટરને ટીચર સાથે થયો પ્રેમ, પતિને ખબર પડતાં આપ્યા છૂટાછેડા ને પછી પોલીસ યુવતીનું થયું મૃત્યુ, આખી સ્ટોરી ભલભલી ફિલ્મોને આપે છે ટક્કર

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કિસ્સાઓમાં પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ કારણ હોય છે તો ઘણા કિસ્સાઓમાં માનસિક અને શારીરિક ત્રાસ… હાલમાં એક મહિલા પોલિસકર્મીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.સબ ઈન્સ્પેક્ટર રશ્મિ યાદવ ગત શુક્રવારે બપોરે સરકારી આવાસમાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા. દરવાજો તોડીને મહિલા નિરીક્ષકને તિલોઈ સીએચસી લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. મહિલા નિરીક્ષકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં પોલિસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

આટલું જ નહીં, ઘટનાની માહિતી મળતાં જ એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ફોરેન્સિક ટીમે સેમ્પલ લીધા હતા. હાલ તો પોલીસ સમગ્ર પ્રકરણની તપાસમાં લાગેલી છે. જણાવી દઈએ કે, લખનઉ જિલ્લાના ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મૌલી ગામના રહેવાસી મુન્ના લાલ યાદવની પુત્રી રશ્મિ યાદવને 2017 બેચમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તાલીમ પછી સબ-ઇન્સ્પેક્ટર રશ્મિ યાદવને 2018માં અમેઠી જિલ્લામાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. જગદીશપુર અને ગૌરીગંજ સહિત અનેક પોલીસ સ્ટેશનો બાદ માર્ચ 2021માં મોહનગંજની બદલી કરવામાં આવી હતી.

ટ્રાન્સફર બાદ રશ્મિ યાદવને મહિલા રિપોર્ટિંગ પોસ્ટના ઈન્ચાર્જની સાથે મહિલા ચોકીની જવાબદારી સોંપવામાં આવી હતી. તે શુક્રવારે સીઓ ઓફિસમાં અધિકારીઓ સાથે વોરરૂમની તૈયારીમાં વ્યસ્ત હતી. આ પછી તે લગભગ બે વાગ્યે તેના નિવાસસ્થાને ગઈ હતી. તે જ સમયે, લગભગ 4 વાગ્યે, મોહનગંજ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એએસપી વિનોદ કુમાર પાંડેના નિરીક્ષણ વિશે રશ્મિ યાદવને જાણ કરવા તેમના ઘરે ગયા. આ દરમિયાન ઘણો અવાજ કરવા છતાં પણ જ્યારે ઘરનો દરવાજો ન ખોલ્યો તો તેમણે રશ્મિ યાદવના મોબાઈલ પર અનેકવાર કોલ કર્યો, પરંતુ ફોન પણ રશ્મિએ રિસીવ કર્યો નહિ.

સબ ઈન્સ્પેક્ટરે ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર અમર સિંહને સમગ્ર મામલાની માહિતી આપી. આ પછી ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર સાથી પોલીસકર્મીઓ સાથે રૂમમાં પહોંચ્યા અને દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ્યા. આ દરમિયાન રશ્મિને ફાંસીએ લટકતી જોઈને બધા ચોંકી ગયા. રશ્મિને ઉતાવળમાં નીચે ઉતારીને સીએચસીમાં લઈ જવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. રશ્મિ યાદવના મૃત્યુની પુષ્ટિ કર્યા પછી, ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જે પરિવારના સભ્યો સાથે એસપી અને એએસપીને આ બાબતની જાણ કરી.

આ પછી ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પુત્રીના મોતથી પિતા અને ભાઈની હાલત ખરાબ છે. યુપીના અમેઠીના મોહનગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર રશ્મિના પિતા મુન્ના લાલ અનુસાર, રશ્મિ પહેલા બહરાઈચમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતી. ત્યાં તેની ઓળખ સુરેન્દ્ર સિંહ ઉર્ફે રિશુ સાથે થઈ હતી. સુરેન્દ્ર અલીગઢનો રહેવાસી છે. બંને વચ્ચેની નિકટતાને કારણે રશ્મિએ તેના પતિ રાજેશથી છૂટાછેડા લઈ લીધા હતા. સુરેન્દ્ર સિંહ દરરોજ રશ્મિને ફોન કરીને વિવિધ આક્ષેપો કરતો હતો અને અપમાનજનક વાતો પણ કહેતો.

આ વાતોથી જ નારાજ થઈને રશ્મિએ આત્મહત્યા કરી લીધી. મુન્ના લાલે જણાવ્યું કે અંતિમ સંસ્કાર કર્યા બાદ ઘરે પરત ફર્યા પછી પુત્રીનું મોબાઈલ રેકોર્ડિંગ સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રેકોર્ડિંગ સાંભળીને તેમને ખાતરી થઈ ગઈ કે સુરેન્દ્ર સિંહને કારણે રશ્મિએ આ પગલું ભર્યું છે. આત્મહત્યા કરતા પહેલા રશ્મિએ તે શબ્દો તેના રૂમમાં અરીસા પર લખ્યા હતા જેના કારણે તે પરેશાન હતી.માર્ચ 2021થી તે મોહનગંજ કોતવાલી પરિસરમાં સ્થપાયેલી રિપોર્ટિંગ મહિલા પોલીસ ચોકીના ઈન્ચાર્જ તરીકે મહિલાઓની ફરિયાદો અને સમસ્યાઓ સાંભળતી હતી.

Shah Jina