ખબર

ઈસરોના ચંદ્રયાન -2 મિશનમાં રહી આ બે મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા, જાણો તેમના વિશે ક્લિક કરીને

ચંદ્રયાન -2 મિશન 22 જુલાઈ, 2019ના રોજ ચંદ્ર પર જવા માટે લોન્ચ કરવાં આવ્યું હતું. આ કામને યોગ્ય રીતે અંજામ આપવા માટે ઈસરોની બે મહિલા વૈજ્ઞાનિકોનું મોટું યોગદાન રહ્યું છે. આ પહેલું એવું અંતરગ્રહીય મિશન છે કે જેની કમાન બે મહિલાઓએ સંભાળી. એક ચંદ્રયાન 2 પ્રોજેક્ટ ડાયરેક્ટર મુથૈયા વનિતા અને બીજા મિશન ડિરેક્ટર રીતુ કરિધન. આ મિશનમાં ફક્ત આ બે મહિલા વૈજ્ઞાનિકો જ નહિ, પણ ઘણી મહિલાઓનો હાથ છે. આ મિશન માટેની ટીમમાં 30 ટકા મહિલાઓનો છે અને ભારતમાં આવું પહેલીવાર થયું છે કે જયારે સ્પેસ મિશન મહિલાઓ હેડ કરી રહી હોય.

Image Source

તો આજે જાણીએ આ બે મહિલાઓ વિશે –

કોણ છે મુથૈયા વનિતા –

મુથૈયા વનિતા ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ એન્જિનિયર છે અને પ્રોજેક્ટ ડિરેક્ટર હોવાને કારણે, મિશનની બધી જવાબદારી તેમના ખભા પર હતી. મુથૈયા વનિતા છેલ્લા 32 વર્ષથી આ મિશન માટે કામ કરી રહ્યા છે. જ્યારે ચંદ્રયાન 2 પર કામ શરૂ થયું, ત્યારે શરૂઆતમાં વનિતાએ હેડ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તેઓ આ મોટી જવાબદારી સંભાળવા માટે પોતાની તૈયાર માની રહયા ન હતા. પરંતુ ચંદ્રયાન 1 ના પ્રોજેક્ટ ડિરેક્ટર એમ. અન્નાદુરૈએ જ્યારે તેમણે સમજાવ્યા તો તેઓ માની ગયા.

મુથૈયા વનિતા ચેન્નઈના છે અને તેના પિતા પણ સિવિલ એન્જિનિયર હતા. એક ઇન્ટરવ્યુમાં વનિતાએ જણાવ્યું હતું કે જ્યારે તે ઇસરોમાં જોડાઈ હતી, ત્યારે તે જુનિયર એન્જિનિયર હતી. તેમણે લેબમાં કામ કર્યું, ગાડીઓ ટેસ્ટ કરી, અને પછીથી મેનેજરની પોઝિશન પર પહોંચી.

Image Source

એમ. અન્નાદુરૈ, વનિતાને ટીમ મેનેજમેન્ટમાં ઉસ્તાદ માને છે. એક ઇન્ટરવ્યૂમાં એમ. અન્નાદુરૈએ જણાવ્યા હતું કે વનિતા ડેટા સંભાળવામાં નિષ્ણાત છે. તે ડિજિટલ અને હાર્ડવેરમાં ખૂબ સારી છે, પણ તે એક પ્રોજેક્ટ ડિરેક્ટર બનવા માટે અચકાઈ રહી હતી. આમાં દિવસમાં 18 કલાક કામ કરવાનું હોય છે. સાથે જ, તમારી પર એટલી મોટી જવાબદારી હોય છે, કારણ કે આખો દેશ તમને જોઈ રહ્યો હોય છે.

અત્યાર સુધીમાં ઘણા દેશોએ પોતાના રોકેટ ચંદ્ર પર પહોંચાડ્યા છે, વનિતા સામે એક પડકાર હતો કે તેઓ આ પ્રોજેક્ટ અન્ય દેશોની તુલનામાં અડધા પૈસામાં પૂર્ણ કરે, તેઓ આમાં સફળ પણ રહ્યા છે.

મુથૈયા વનિતાને વર્ષ 2006માં સર્વશ્રેષ્ઠ વુમન સાયન્ટિસ્ટ એવોર્ડ પણ મળ્યો છે. વર્ષ 2013માં, મંગળયાન પ્રોજેક્ટમાં પણ મુથૈયા વનિતાની વિશેષ ભૂમિકા હતી.

તેને એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા તરફથી 2006 માં ‘બેસ્ટ વુમન સાયન્ટિસ્ટ’ એવોર્ડ મળી ચુક્યો છે. તે ઘણા વર્ષોથી સેટેલાઇટ પર કામ કરી રહી છે.

કોણ છે રિતુ કરિધાલ –

Image Source

ચંદ્રયાન -2 ના મિશન ડિરેક્ટર રિતુ કરિધાલને ‘રોકેટ વુમન ઓફ ઇન્ડિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ માર્સ ઓર્બીટર મિશનમાં ડેપ્યુટી ઓપરેશન ડિરેક્ટર તરીકે પણ રહી ચુક્યા છે. રિતુ કરિધાલે બેંગ્લોરથી એરોસ્પેસમાં એન્જીનિયરિંગ કર્યું છે. વર્ષ 2007 માં તેમને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હાથે ‘ઇસરો યંગ સાયન્ટિસ્ટ’ એવોર્ડ પણ મળી ચુક્યો છે. છેલ્લા 22 વર્ષથી તેઓ ઈસરો માટે કામ કરી રહયા છે. તેઓએ લગભગ 20-21 વર્ષમાં ઇસરોમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. જેમાંથી માર્સ ઓર્બિટર મિશન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. તેમને બે બાળકો (એક પુત્ર અને પુત્રી) છે.

ઇસરોમાં પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક થનાર રિતુ કરિધાલ પ્રથમ મહિલા છે. ચંદ્રયાન -2 ના મિશન ડિરેક્ટરના માથા પર આ મિશનની મોટી જવાબદારી છે. રિતુ લખનઉના છે અને તેમના વિશે રસપ્રદ વાત તો એ છે કે ચાર વર્ષની ઉંમરથી જ ચાંદ પર ચાલવાના સપના જોઈ રહયા છે.

રિતુ માત્ર મિશન મંગલ અને મિશન ચંદ્રયાન 2 પર જ કામ કરતા ન હતા, પોતાના બાળકો અને પરિવારની જવાબદારી પણ બખૂબી નિભાવતા હતા. રિતુના જણાવ્યા અનુસાર, તેઓ બાળકોને સાંજે ભણાવતા, એ પછી તેઓ ઘરે પણ લેપટોપ પર મોડી રાત સુધી કામ કરતા રહેતા હતા. અને પછી સવારે ફરીથી બાળકોને 6.30 વાગ્યે ઉઠાડતા હતા. તેમના પરિવારના સભ્યો ખૂબ ખુશ છે.

Image Source

આ પહેલીવાર નથી કે જયારે ઇસરોમાં મહિલાઓએ કોઈ મોટા અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હોય. આ પહેલા પણ મિશન મંગલમાં આઠ મહિલાઓની વિશેષ ભૂમિકા હતી. ઇસરોના અધ્યક્ષ ડો. કે સિવને કહ્યું હતું કે ‘અમે મહિલાઓ અને પુરુષો વચ્ચે ભેદભાવ નથી કરતા. ઇસરોમાં આશરે 30 ટકા મહિલાઓ કામ કરે છે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks