ખબર

મહિલા દિવસ વિશેષ: એર ઇન્ડિયાની 52 ઉડાનોની હશે કમાન મહિલાઓના હાથમાં

એર ઇન્ડિયા આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સંપૂર્ણ રૂપે મહિલા ચાલક દળવાળી 12 આંતરાષ્ટ્રીય અને 40થી વધુ ઘરેલુ ઉડાનનું સંચાલન કરશે. એરલાઈને બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 8 માર્ચના રોજ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે તેમની માધ્યમ અને લાંબી દૂરીની 12 આંતરાષ્ટ્રીય ઉંડાણોમાં ચાલકદળ ફક્ત મહિલાઓ જ હશે.ઘરેલુ માર્ગો પર 40થી વધુ ઉંડાણોનું સંચાલન પણ સંપૂર્ણપણે મહિલાદળના હાથમાં જ હશે. એર ઇન્ડિયાની આ 12 આંતરાષ્ટ્રીય ઉંડાણો માટે B787 ડ્રિમલાઇનર અને B777 વિમાનો હશે.આ ઉંડાણોમાં દિલ્હી-સિડની, મુંબઈ-લંડન, દિલ્હી-રોમ, દિલ્હી-પેરિસ, મુંબઈ-દિલ્હી-શાંઘાઈ, દિલ્હી-પેરિસ, મુંબઈ-ન્યુયોર્ક, દિલ્હી-ન્યુયોર્ક, દિલ્હી-વૉશિન્ગટન, દિલ્હી-શિકાગો અને દિલ્હી-સાનફ્રાન્સિસ્કો માર્ગની ઉંડાણો સામેલ છે. એર ઇન્ડિયાના ચેરમેન અને પ્રબંધ નિદેશક અશ્વિની લોહાનીએ મહિલા ચાલકદળના બધા જ સભ્યોને આંતરાષ્ટ્રીય દિવસની શુભકામનાઓ આપી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.