રાજકોટમાં લિવ-ઈનમાં રહેતા મહિલા કોન્સ્ટેબલનું ફરી એકવાર કિડનેપિંગ થતાં ખળભળાટ

મહિલા પોલીસ કોન્સ્ટેબલનું ફરી અપહરણ:રાજકોટ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા મણી ચૌધરીનું અપહરણ; ડભોઇ પોલીસે 15 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ગુજરાતમાંથી ઘણીવાર કિડનેપિંગ, હત્યા, લૂંટ, આત્મહત્યા સહિત અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી ખળભળાટ મચાવી દેનારી ઘટના સામે આવી છે. રાજકોટ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનું બીજીવાર અપહરણ થયું હોવાનુ સામે આવ્યું છે. જો કે અજાણ્યા શખ્સોએ મહિલા કોન્સ્ટેબલનું અપહરણ કર્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

લિવ-ઈનમાં રહેતા મહિલા કોન્સ્ટેબલનું અપહરણ

ત્યારે હવે આ ઘટનાને લઇને પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોન્સ્ટેબલ મણી ચૌધરી બીજા ધર્મના યુવક સાથે લિવ ઇનમાં રહે છે. આ પહેલા પણ એકવાર પ્રેમી સાથે ભાગી જઈ નાટ્યાત્મક રીતે તેઓ પાછા આવ્યા હતા અને ફરી એકવાર તેમનું અજાણ્યા શખ્સો દ્વારા સવારે અપહરણ કર્યું હોવાની ખબર છે.

રાજકોટ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા મણી ચૌધરી

મૈત્રી કરાર કરી સાથે રહેતા મોટા હબીપુરાના સદામહુસેન સિંકદરખાન ગરાસીયાએ ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના અનુસાર સવારે સાડા સાત વાગ્યા આસપાસ જ્યારે માતા પિતા અને મણી ચૌધરી સાથે તે ઘરમાં હતા ત્યારે આસરે 15 જેટલા અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા અને આમાંથી એક શખ્સના હાથમાં ગુપ્તી તેમજ બે શખ્સોના હાથમાં બેઝબોલની સ્ટીક અને બાકીનાના હાથમાં લાકડાના ડંડા હતા.

અજાણ્યો શખ્શો ફરિયાદીને માર મારી કર્યુ મણી ચૌધરીનું અપહરણ

અજાણ્યો શખ્શોએ ફરીયાદી તેમજ સિંકદરખાનને લાકડાના દંડા વડે માર માર્યો અને ઇજા પહોંચાડી. આ પછી તેઓ મણી ચૌધરીને ઉઠાવી ફરાર થઇ ગયા. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મારામારી, રાયોટિંગ અને અપહરણ અંતર્ગત ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

Shah Jina