ખબર

મહિલાએ પોતાની દુકાનેથી વેચી હતી લોટરીની ટિકિટ, લેનારને લાગ્યું 6 કરોડનું ઇનામ, પછી મહિલાએ કર્યું એવું કે….

લોટરીનું નામ સાંભળતા જ આપણા મનમાં કંઈક કંઈક થવા લાગે. ત્યારે ઘણા લોકો લોટરીમાં પૈસા રોકતા હોય છે, અને ક્યારેક કિસ્મત ઘણા લોકોને સાથ આપે છે, જેનાથી તે હજારો લાખો રૂપિયા પણ કમાઈ લેતા હોય છે.

પ્રતીકાત્મક તસવીર

તો વાત કરીએ લોકોની ઈમાનદારી વિશે તો આજે મોટાભાગના લોકો એવા છે જે પૈસા જોઈને જ પીગળી જતા હોય છે. રસ્તામાં ચાલતા જો 50 રૂપિયા પણ મળી ગયા હોય તો પણ ઘણા લોકોમાં પાછા આપવાની દાનત નથી હોતી. ત્યારે જો કોઈના હાથમાં 6 કરોડ આવી જાય તો ?

જો કે આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવાના છીએ જેનું ઈમાન 6 કરોડ રૂપિયા જોઈને પણ ના ડગમગ્યું. આ વાત છે કેરળમાં એક લોટરીની દુકાન ચલાવવા વાળી મહિલા સ્મિજા કે. મોહનની. જેને ફોન ઉપર કેટલીક લોટરીની ટિકિટો વેચી હતી. જ્યારે તેને ખબર પડી કે તેને વેચેલી ટિકીટોમાંથી એક લોટરીમાં ઇનામ રૂપે બમ્પર પ્રાઈઝ 6 કરોડ રૂપિયા મળ્યું છે કે તરત જ તે તરત લોટરી ટિકિટના અસલી માલિકને ટિકિટ આપવા માટે ચાલી ગઈ.

પ્રતીકાત્મક તસવીર

સ્મિજા જણાવે છે કે, “મારા ચંદ્રન ચેત્તનને જીતની ટિકિટ સોંપ્યા બાદ જ લોકો મારી ઈમાનદારીની પ્રસંશા કરવા લાગ્યા છે, પરંતુ લોકોએ સમજવું જોઈએ કે આ બિઝનેસ ઈમાનદારી અને વિશ્વાસથી ચાલે છે. આપણે ઈમાનદાર થવું પડશે, કારણ કે મહેનતની કમાણીથી ટિકિટ ખરીદવા વાળા દરેક ગ્રાહકના કારણે જ આપણું ઘર ચાલે છે.

સ્મિજા ગણિત વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલી છે. તેની ઉંમર 37 વર્ષની છે. તે બે બાળકોની માતા પણ છે. તેને વર્ષ 2011માં પોતાના પતિ સાથે મળી અને રાજાગીરી હોસ્પિટલ પાસે એક લોટરીનું દુકાન શરૂ કરી હતી. આ તેનું પાર્ટ ટાઈમ કામ હતું. જોકે, કામ સારું ચાલવા લાગ્યું જેના કારણે તેમને 5 લોકોનો સ્ટાફ પણ રાખી લીધો.

પ્રતીકાત્મક તસવીર

સ્મિજા અને તેનો પતિ બંને કક્કાનદમાં સ્થિત એક સરકારી પ્રેસમાં નોકરી કરતા હતા, પરંતુ જયારે તેમની નોકરી છૂટી ગઈ ત્યારે તેમને લોટરીનો બિઝનેસ જાતે જ ચલાવવાનો નિર્ણય કર્યો.

સ્મિજા કહે છે કે, “બિઝનેસ સારો ચાલી રહ્યો હતો, પરંતુ કોરોના મહામારીના કારણે ટિકિટોનું વેચાણ નહોતું થઇ રહ્યું.  અમારે કર્મચારીઓને હટાવીને જાતે જ બધું કામ સાચવવું પડ્યું. અમને ત્યારે  વધારે ઝટકો લાગ્યો જ્યારે અમને ખબર પડી કે મારી માતાને કેન્સર થઇ ગયું છે, અને તે પણ કોરોનાના સમયમાં.  એટલું જ નહીં મારો સૌથી નાનો દીકરો જે ક્યારેય બીમાર નહોતો પડ્યો કે ના કોઈ બીમારીથી પીડિત હતો તે પણ અચાનક અમને છોડીને હંમેશા માટે ચાલ્યો ગયો.

ટિકિટ કેવી રીતે વેચાઈ હતી તેના વિશે જણાવતા સ્મિજા કહે છે કે 12 બમ્પર ટિકિટો નહોતી વેચાઈ. તે રવિવારનો દિવસ હતો અને નિયમિત ગ્રાહકો પણ અમારી આસપાસ નહોતા. એટલું જ નહીં. સ્મિજાએ લોટરીના ગ્રાહકો માટે એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું જેમાં ટિકિટો ખરીદવાને લઈને સૂચન મોકલવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

જો કે, કોઈ બધી જ 12 ટિકિટો ખરીદવા માટે તૈયાર નહોતું. આ ત્યારે હતું જયારે મેં ચંદ્રન ચેત્તનનો સંપર્ક કર્યો. તેમને મને ટિકિટની તસવીરો મોકલવાનું કહ્યું અને ત્યારબાદ તેમને ગમતા નંબર સાથે મને ફોન કર્યો. તે આગળ જણાવે છે કે જયારે તેને વિજેતાની ખબર પડી ત્યારે તે જલ્દીમાં જલ્દી વિજેતાને તેની ટિકિટ આપવા માંગતી હતી.