તાલિબાન સાશનમાં મહિલાઓ માટેની સજાઓ સાંભળીને તમે પણ થર થર કાપવા લાગશો, મહિલાઓની જિંદગી હોય છે મોતથી પણ ભયાનક

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર કબ્જો કરી લેવામાં આવ્યો છે, જેના કારણે અફઘાનિસ્તાનના લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે, આ દરમિયાન ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તાલિબાનીઓના ક્રૂર અત્યાચારો પણ જોવા મળે છે. ત્યારે આજે અમે તમને  જણાવીશું કે આખરે તાલિબાની સાશનમાં મહિલાઓની હાલત કેવી હોય છે અને તેમને કેવી સજા આપવામાં આવે છે.

તાલિબાનીઓનું માનવું છે કે જે મહિલાઓ ઊંચી એડીના સેન્ડલ પહેરે છે તો તેમનો અવાજ પુરુષોને સંભળાય છે અને તે રસ્તો ભટકી જાય છે. એટલું જ નહિ અહીંયા મહીલાઓ અને બાળકીઓ ઊંચા અવાજમાં વાત પણ નથી કરી શકતી, તે એટલું ધીમે બોલે છે કે કોઈ અજાણ્યા માણસને તેમનો અવાજ સંભળાય પણ નહીં.

તાલિબાની વિસ્તારોમાં શરિયતનું ઉલ્લંઘન કરવા પર ખુબ જ ક્રુર સજા આપવામાં આવે છે. એક સર્વે મુજબ 97 ટકા અફઘાની મહિલાઓ ડિપ્રેશનનો શિકાર છે. તો જે મહિલાઓ ઘરની અંદર ગર્લ્સ સ્કૂલ કે ટ્યુશન ભણાવે છે તેવી મહિલાઓને તેમના પતિ અને બાળકો સામે જ ગોળી પણ મારી દેવામાં આવે છે.

જો કોઈ મહિલા તેના પ્રેમી સાથે ભાગી જાય તો તેને બજાર વચ્ચે પથ્થર મારી મારી અને મારી નાખવામાં આવે છે. જો કોઈ મહિલાએ બુરખો પહેર્યો હોય અને તેનો પગ ભૂલથી થોડો બહાર દેખાઈ જાય તો પણ આવી મહિલાઓને ઢોર મારવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પુરૂષ ડોક્ટર્સ મહિલા દર્દીનું ચેકઅપ ન કરી શકે એવા નિયમના કારણે સમયસર સારવાર ન મળતા કેટલીય મહિલાઓને જીવ ગુમાવવો પડે છે.

તાલિબાન સાશન હેઠળ કેટલીય મહિલાઓને ઘરમાં જ બંદી બનાવી દેવામાં આવે છે, જેના કારણે ઘણી મહિલાઓ પોતાના જ ઘરની અંદર આપઘાત પણ કરી લેતી હોય છે. ત્યારે તાલિબાની સાશનમાં મહિલાઓની જિન્દગિ જીવતા જીવંત મોત સમાન બની જાય છે.

Niraj Patel