મેટ્રો ટ્રેનમાં સીટ માટે જોરદાર ઝઘડવા લાગી આ બે મહિલાઓ, પણ આ દરમિયાન કેમેરામાં કેદ થઇ ત્રીજી મહિલા અને બધાની નજર અટકી તેના ઉપર, જુઓ વીડિયો

બસ અને ટ્રેનની અંદર તમે ઘણીવાર લોકોને જગ્યા માટે ઝઘડતા જોયા હશે, આજે તો રિઝર્વેશનનો જમાનો છે પરંતુ ઘણી જગ્યાએ આજે પણ રિઝર્વેશન નથી થતું અને લોકો જગ્યા શોધવા માટે પડાપડી કરતા હોય છે, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મેટ્રો ટ્રેનમાં બે મહિલાઓ જગ્યા માટે ઝઘડો કરી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં સીટને લઈને મહિલાઓ વચ્ચે જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. કોઈપણ રીતે, આવી ઘટનાઓ દરરોજ મેટ્રોમાં બનતી રહે છે, જેમાં પ્રવાસીઓ જગ્યા માટે તું તું મેં મેં કરતા જોવા મળે છે. જો કે, જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઘણા મુસાફરોની પીડા કહી રહ્યો છે. આ વીડિયોમાં દલીલ કરતી મહિલાઓ સિવાય લોકોની નજર તે મહિલા પર અટકી છે જે ચર્ચાની મજા માણતા માણતા બર્ગર ખાઈ રહી છે.

આ વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે સાડી પહેરેલી એક મહિલા પોતાની બેગ સાથે મેટ્રોની સીટ પર બેઠી છે. તેની બાજુમાં બેઠેલી મહિલાએ બેગ પણ સીટ પર જ રાખી છે, જે એક મુસાફરની બેઠક વિસ્તારને આવરી લે છે. આવી સ્થિતિમાં, જ્યારે એક મહિલા આવીને બેસવા માટે જગ્યા આપવાનું કહે છે, તો બંનેએ ના પાડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jo Baka (@jobakamedia)

એક કહે છે કે અમારી પાસે સીટ નથી માફ કરશો… જ્યાં સીટ દેખાય ત્યાં બેસી જાઓ… છોકરી તેની બાજુમાં થોડી ખાલી જગ્યામાં બેસે છે, પછી તેમની વચ્ચે દલીલ શરૂ થાય છે. સાડી પહેરેલી મહિલા કહે છે મારા ખોળામાં ના બેસસો… આના પર બીજી મહિલા કહે છે કે તમે રિઝર્વ કરી શકતા નથી. બંને વચ્ચે દલીલ ઘણી વધી જાય છે, પરંતુ બાજુમાં બેઠેલી મહિલા આરામથી બર્ગર ખાવામાં વ્યસ્ત છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Niraj Patel