મોંઘવારીના મારથી બચવા માટે આ મહિલા તેના પતિને આપે છે ભાડે અને પછી કરે છે આ કામ, એક દિવસનું ભાડું જાણીને તમે પણ હેરાન રહી જશો

ભારત સહિત આખી દુનિયાના લોકો વધતી જતી મોંઘવારીના કારણે પરેશાન છે અને તેમાં પણ બે વર્ષ કોરોનાના કારણે લોકોની કેવી દયનિય સ્થિતિ થઇ તે આપણે બધા જ જાણીએ છીએ, ઘણા લોકોની નોકરીઓ છૂટી ગઈ, તો ઘણા લોકોના રોજગાર ધંધા ચોપાટ થઇ ગયા, ત્યારે ઘણા લોકો એવા પણ હતા જેમણે આફતને અવસરમાં બદલી નાખી અને કંઈક અલગ કરવાનું વિચાર્યું.

આવી જ એક પદ્ધતિ યુનાઇટેડ કિંગડમમાં રહેતી એક મહિલાએ શોધી કાઢી છે. આ મહિલાની રીતની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. ‘મિરર’ના અહેવાલ મુજબ, લૌરા યંગ નામની મહિલા યુનાઇટેડ કિંગડમમાં રહે છે. કોરોનાને કારણે મોંઘવારી વધી અને જ્યારે ઓછી આવકના કારણે બજેટ ખોરવાઈ ગયું તો તે પરેશાન થવા લાગી.

તેણે ટૂંક સમયમાં તેની આવકને પૂરક બનાવવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો. તે વિચારતી હતી કે તેના પતિની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો. આ પછી તેણે ‘રેન્ટ માય હેન્ડી હસબન્ડ’ નામની વેબસાઇટ બનાવી. આ વેબસાઇટ પર તેણે તેના પતિને અન્ય મહિલાઓને ભાડે આપવાનું શરૂ કર્યું.

લૌરા કહે છે કે તેને એક દિવસ પોડકાસ્ટ સાંભળતી વખતે આ વિચાર આવ્યો જેમાં તેણે એક માણસની વાર્તા સાંભળી જેણે અન્ય લોકોને ફ્લેટ-પેક ફર્નિચર પૂરું પાડ્યું. તેનાથી પ્રેરિત થઈને તેણે પણ કંઈક અલગ કરવાની યોજના બનાવી અને તેના પતિને ભાડે આપવાનું કામ શરૂ કર્યું. તેણે તેના 41 વર્ષના પતિને લગભગ 3365 રૂપિયાના એક દિવસના ભાડામાં આપવાનું શરૂ કર્યું. લોકો આ વિચારની ખૂબ ચર્ચા કરી રહ્યા છે.

લૌરાએ તેના પતિને ભાડે આપવા માટે ઘણી યોગ્યતાઓ પણ ગણાવી છે. તે કહે છે કે તેના પતિ જેમ્સ પોતાનો પ્રોજેક્ટ કરવામાં નિષ્ણાત છે. તે ઘરના કામકાજમાં પણ પારંગત છે,તેમને એક શાનદાર ડાઇનિંગ ટેબલ પણ બનાવ્યું છે. પેઇન્ટિંગ, સજાવટ, ટાઇલિંગ અને કાર્પેટ ઇન્સ્ટોલ કરવામાં કુશળ છે.

લૌરાએ કહ્યું છે કે, તે ઘર અને બગીચાની આસપાસ કામ કરવામાં પણ નિપુણ છે. તેથી મેં વિચાર્યું કે તેમની આ કળાનો ઉપયોગ કરી તેમને કામ ઉપર પણ લગાવવામાં આવે. ત્યારબાદ આ મહિલાએ તેના પતિને ભાડે આપવાનું શરૂઆ કર્યું, અને ઘણા લોકો તેના પતિને ભાડે પણ લઇ જાય છે. (તસ્વીર સૌજન્ય: walesonline.co.uk)

Niraj Patel