લોકલ ટ્રેનની અંદર જ મહિલાઓ વચ્ચે થઇ ગઈ માથાકૂટ, લાત, ઘુસા અને ચપ્પલ બરાબરના ચાલ્યા, વીડિયો થયો વાયરલ, જુઓ

ખુલ્લામાં મહિલાઓને વાળ પકડીને ઝઘડતી બહુ જોઈ હશે, પરંતુ હવે લોકલ ટ્રેનમાં પણ આ એક નાની વાતને લઈને થઇ ગઈ મારામારી, વીડિયો વાયરલ

Women fight on train : સોશિયલ મીડિયામાં રોજ  બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની નાદર રસ્તાની વચ્ચે ચાલતા ઝઘડા પણ જોવા મળતા હોય છે, ત્યારે આવા ઝગડાના વીડિયોને જોવાનું લોકો ખુબ જ પસંદ કરે છે, તો જો તેમાં મહિલાઓ વચ્ચે ઝઘડા થતા હોય તો પૂછવું જ શું ? આવા ઝઘડા જોવા માટે લોકોના ટોળા પણ જામતા હોય છે અને પછી તે તેમના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દેતા હોય છે.

લોકલ ટ્રેનમાં બની ઘટના :

તમે મહિલાઓની લડાઈના ઘણા વીડિયો જોયા હશે, પરંતુ તમે લોકલ ટ્રેનમાં મહિલાઓ વચ્ચે લાત-ઘુસા અને ચંપલ ચાલતા જોયા નહીં હોય. કોલકાતાની લોકલ ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલીક મહિલાઓ એકબીજાના વાળ ખેંચતી, લાતો મારતી અને ચપ્પલ ફેંકતી જોવા મળી રહી છે.

સીટના કારણે થઇ હતી માથાકૂટ :

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલાઓ વચ્ચે આ બોલાચાલી માત્ર એક સીટ ના કારણે થઇ હતી, આ ઝઘડા દરમિયાન કોઈએ તેમનો વીડિયો બનાવ્યો અને પછી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલીક મહિલાઓ ટ્રેનમાં કોઈ કારણ સર ઝઘડી રહી છે, વાત એટલી બધી વધી જાય છે કે મહિલાઓ પોતાના ચપ્પલ કાઢીને એકબીજાને મારવા પણ લાગી જાય છે.

ચપ્પલથી મારતી જોવા મળી :

થોડી સેકેંડ બાદ બે મહિલાઓ એકબીજાને ચપ્પલથી મારતી જોવા મળી રહી છે. અંતમાં ઝઘડો પૂરો થાય છે અને પછી બંને મહિલાઓ છૂટી પડી પોત પોતાની જગ્યા પર ચાલી જાય છે. ત્યારે આ વીડિયોને હવે લોકો ખુબ જ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ આ ઝઘડાને જોઈને પોતાની જાતને પ્રતિભાવ આપવાથી રોકી શકતા નથી.

Niraj Patel