આ મહિલા ફેને તો તમામ હદો જ પાર કરી નાખી, પોતાની ટીમ જીતવા લાગી તો સ્ટેન્ડમાં ઉભા રહીને દર્શકો સામે જ એક પછી એક ઉતારવા લાગી કપડાં

સ્ટેડિયમમાં મેચ જોવા માટે ગયા હોય અને પોતાની ગમતી ટીમ જીતી રહી હોય તો ચોક્કસથી ખુશી થવાની જ. ઘણીવાર જીતના જશ્નમાં ઘણા લોકો ભાન ભૂલી જતા હોય છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. કારણ કે નશામાં ધૂત મહિલાએ એવું કારનામુ કર્યું કે તે ચર્ચાનો વિષય બની ગઈ.

અમેરિકાના એક સ્ટેડિયમમાં બેઝબોલ મેચ દરમિયાન કેલિફોર્નિયાના ડોજર્સ સ્ટેડિયમમાં લોસ એન્જલસ ડોજર્સ અને શિકાગો વ્હાઇટ સોક્સ વચ્ચેની મેચ દરમિયાન એક મહિલાએ એવું અભદ્ર કૃત્ય કર્યું કે તેને મેદાનમાંથી બહાર કાઢવી પડી. તેણે ખરેખર મેચ દરમિયાન અશ્લીલતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

મેચ દરમિયાન પહેલા તે મહિલા ખુશીથી ઝૂમી રહી હતી અને પોતાની ટીમને ચીયર કરી રહી હતી. પરંતુ અચાનક તેણે એવું કરવાનું શરૂ કરી દીધું જે તેણે ન કરવું જોઈતું હતું. તેણે બાકીના દર્શકો તરફ મોઢું ફેરવ્યું અને અશ્લીલ હરકતો કરવા લાગ્યો. જ્યારે પાણી માથા ઉપરથી વહી ગયું ત્યારે બાકીના દર્શકોએ તેની હરકતો વિશે ફરિયાદ કરી અને પછી તેને મેદાનની બહાર ઊંચકીને લઇ જવામાં આવી.

ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, મહિલાએ જ્યારે આ કૃત્ય કર્યું ત્યારે તે નશામાં હતી. તેની અશ્લીલ હરકતોનો વીડિયો મિર્ઝા લિસ્બેથ પેનેડાએ ટિકટોક પર શેર કર્યો હતો, જે બાદ આ વીડિયો વાયરલ થયો હતો. મિર્ઝા લિસ્બેથે જણાવ્યું કે તે લોસ એન્જલસ ડોજર્સની ફેન હતી. તે પોતાની જાતને એક ચીયરલીડરની જેમ જીવી રહી હતી. પરંતુ તેનો ડ્રેસ યોગ્ય ન હતો. તે સંપૂર્ણપણે નશામાં હતી.

મહિલા ફેનને ડાન્સ કરતી જોઈને એક મહિલા અને કેટલાક પુરુષો ગાર્ડ પાસે પહોંચી ગયા. જો કે, જ્યાં સુધી મહિલાને રોકતા ત્યાં સુધી મહિલા ચાહકે બ્રેસ્ટ પરથી કપડા કાઢી નાખ્યા. મહિલાને આવું કરતી જોઈને ગાર્ડે તરત જ તેને પકડી લીધી અને બહાર લઈ જવા લાગ્યા. જોકે તે જવા માંગતી ન હતી અને વારંવાર બૂમો પાડી રહી હતી.

જ્યારે મહિલા ચાહક જવા માટે તૈયાર ન હતી, ત્યારે તેને કેટલાક ગાર્ડ દ્વારા ઉપાડવામાં આવી હતી અને બળજબરીથી બહાર લઈ જવામાં આવી. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. Tiktok પર શેર કરવામાં આવેલ વીડિયો જોઈને તે મહિલાની નશાના કારણે તેની ખરાબ હાલતનો અંદાજો લગાવી શકાય છે. તે બરાબર ઉભી પણ રહી શકતી નહોતી.

Niraj Patel