હૈવાન તાલિબાન : નેલ પોલિશ લગાવી તો કાપવામાં આવશે આંગળીઓ, જીન્સ પહેર્યું તો….જાણો વિગત

જીન્સ પહેરવા વાળી છોકરાઓ સાથે જે કરશે એ જાણીને રૂંવાટી ઉભી થઇ જશે

દુનિયામાં અફઘાનિસ્તાનની ચર્ચા સૌથી વધારે થઇ રહી છે. અહીં તાલિબાનનો આતંક છે. રાજધાની કાબુલમાં એકપોર્ટ અંદર અમેરિકી સૈનિક અને બહાર તાલિબાનના લડાકો છે. બધા ત્યાંથી બચીને નીકળવા માંગે છે. આ વચ્ચે હવે એક અલગ જ સમાચાર આવી રહ્યા છે. તાલિબાને જીન્સ પહેરવા પર રોક લગાવી દીધી છે અને છોકરીઓને નેલ પોલિશના ઉપયોગથી દૂર રહેવાની કહ્યુ છે.

આતંકિયોએ સ્પષ્ટ કર્યુ છે કે તેમની વાત નહિ માનનાર લોકોને સજા ભોગવવી પડશે. હાલમાં જ જીન્સ પહેરનાર કેટલાક યુવાઓની ખૂબ જ પિટાઇ કરવામાં આવી હતી. ધ સનના રીપોર્ટ અનુસાર, એક અફઘાની બાળકે તાલિબાની ક્રૂરતાને ઉજાગર કરતા જણાવ્યુ કે, તેને અને તેના મિત્રોને જીન્સ પહેરવા પર સજા આપવામાં આવી હતી.

છોકરાએ જણાવ્યુ કે, તે કાબુલમાં કેટલાક મિત્રો સાથે કયાંક જઇ રહ્યો હતો, ત્યારે સામે આવેલ તાલિબાની લડાકોએ તેમને રોક્યા અને આતંકિયોએ જીન્સને ઇસ્લામનો અનાદર બતાવતા તેમની પહેલા પિટાઇ કરી અને બંદૂક બતાવી બીજીવાર ભૂલ ન દોહરાવવાની ધમકી આપી. અફઘાની ન્યુઝ પેપરે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.

અખબારના એક પત્રકારની પણ પારંપારિક અફઘાની પોશાક ન પહેરવા પર તાલિબાની આતંકિયોએ પિટાઇ કરી દીધી હતી. કહેવામાં આવ્યુ છે કે, છોકરીઓના નેલ પોલિશ લગાવવા પર પ્રતિબંધ છે, જો આવું કોઇએ કરેલ હશે તો તેની આંગળીઓ કાપી નાખવામાં આવશે. મહિલાઓને હિલ વાળા સેંડલ પહેરવા પણ પર પાબંધી લગાવવામાં આવી છે. કારણ કે તેમના પગલાની આહટ કોઇ અજનબી સાંભળી ન શકે.

Shah Jina