...
   

વરસાદમાં રોડની વચ્ચે ભાભી કરી રહ્યા હતા આગ લગાવી દે એવો ડાન્સ, વાયરલ થતા જ પોલીસ પણ આવી એક્શનમાં, જુઓ

પોતાની કાતિલ જવાની બતાવવા ભાભીજીએ વરસાદમાં રોડ વચ્ચે કર્યો બોલ્ડ ડાન્સ, વાયરલ થતા જ પોલીસ પણ આવી એક્શનમાં, જુઓ

Women dance on the road : આજકાલ લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. રસ્તો હોય કે ભીડભાડવાળી જગ્યા, લોકો વગર વિચારે વીડિયો બનાવવા લાગે છે. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા વ્યસ્ત રોડ પર કારમાંથી ઉતરીને ડાન્સ કરી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પણ તેની નોંધ લીધી છે.

વીડિયોમાં એક કાર રોડની કિનારે પાર્ક કરેલી જોવા મળે છે. વરસાદ પડી રહ્યો છે અને એક મહિલા કારની છત પરથી નીચે આવે છે અને રસ્તા પર ડાન્સ કરવા લાગે છે. પાછળથી વાહનો આવી રહ્યા છે પરંતુ મહિલા તેની પરવા કર્યા વિના નાચવાનું ચાલુ રાખે છે. આ વીડિયો જોયા બાદ નેટીઝન્સે મહિલાની આ હરકતને અત્યંત ખતરનાક અને બેદરકારી ગણાવી છે.

જોકે, આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વીડિયો ઉત્તર પ્રદેશ પોલીસના ધ્યાને આવ્યો છે. પોલીસે યોગ્ય કાર્યવાહી માટે વીડિયોનું લોકેશન, તારીખ, સમય અને વાહન નંબર શેર કરવાની અપીલ કરી છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. કેટલાક લોકોએ મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે જ્યારે કેટલાકનું કહેવું છે કે આવી હરકતોને પ્રોત્સાહન ન આપવું જોઈએ.

Niraj Patel