વડોદરામાં ઢોરવાડ હટાવવા ગયેલા મહિલા PSI ઉપર કરવામાં આવ્યો હુમલો, 10 પોલીસકર્મીઓની હાજરીમાં કોલર પકડી અને… જુઓ વીડિયો

ગુજરાતમાં હાલ રખડતા ઢોરને રસ્તા ઉપરથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને ફટકાર લગાવ્યા બાદ આ કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હવે રખડતા ઢોરના માલિકો દ્વારા દાદાગીરી કરવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. રખડતા ઢોરના કારણે ઘણા અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે હાલ વડોદરામાં રખડતા ઢોરને દૂર કરવાની કામગીરી દરમિયાન એક મહિલા PSI ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.

વડોદરામાં આવેલા ન્યુ વીઆઈપી રોડ ઉપર પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ સાથે ઢોરવાડ તોડવા માટે પહોંચી હતી. જ્યાં મહિલા ગૌપાલકે એક મહિલા PSI ઉપર હુમલો કર્યો હતો. જેમાં મહિલાએ PSIનો કોલર પકડી અને માર પણ માર્યો હતો. આ મામલે બે મહિલાઓ સહીત પાંચ લોકોની ધરપકડ કરી હતી અને ઢોરવાડમાંથી 3 ગાયો પણ પકડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ બાબતે મળી રહેલુંય વધુ માહિતી અનુસાર ન્યુ વીઆઈપી રોડ ઉપર રસ્તાને નડતર રૂપ થતા 4 ગેરકાયદેસર બાંધવામાં અવાયેલા ઢોરવાડ તોડવા માટે દબાણ શાખાની ટીમ સાથે પોલીસની ટીમ પણ પહોંચી હતી, ત્યારે શરૂઆતમાં મહિલા ગૌપાલકે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી મહિલા સહીત અન્ય લોકો લાકડીઓ લઈને મારવા માટે પણ દોડી આવ્યા હતા. જેના બાદ એક મહિલા PSI કે. એચ. રોયલાનો કોલર પકડી અને તેમને મારવા લાગ્યા હતા.

ત્યારે આ મામલામાં હવે હરણી પોલીસે કંકુબેન વિજયભાઈ ભરવાડ, વિજયભાઈ સાજનભાઈ ભરવાડ, રણછોડભાઈ સાજનભાઈ ભરવાડ, હિતેશભાઈ ઉર્ફે કીશન ગભરૂભાઈ ભરવાડ અને જોમાબેન ગભરૂભાઈ ભરવાડ કેસ નોંધીને તેમની અટકાયત કરી છે. આ ઉપરાંત ન્યૂ વીઆઇપી રોડના 4 અને આજવા રોડના 1 ઢોરવાડા તોડવા સાથે શહેરમાંથી 23 રખડતા ઢોર પકડી લીધા હતા.

Niraj Patel