પ્રેમનો કરણ અંજામ ! પરણિત મહિલા કોન્સ્ટેબલને થયો નાયબ મામલતદાર સાથે પ્રેમ, લફરાંનો અંત કઠોર આવ્યો

દેશભરમાંંથી અવાર નવાર આત્મહત્યા અને હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર લગ્નેતર સંબંધોના કિસ્સાઓમાં હત્યા કરવામાં આવતી હોવાના ખુલાસા થાય છે, ત્યારે હાલ એવી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા કોન્સ્ટેબલની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલિસ અનુસાપ આ મામલો પ્રેમ પ્રકરણનો છે. મહિલાની નાયબ મામલતદાર સાથે ફેસબુક દ્વારા મિત્રતા થઇ હતી અને તે બાદ વાતચીત વધી હતી.બંને છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નાયબ મામલતદાર પણ પરિણીત છે, પરંતુ મહિલા કોન્સ્ટેબલ તેના પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. પોલીસ આ કેસમાં આરોપી નાયબ મામલતદારની પૂછપરછ કરી રહી છે.

યુપીની રાજધાની લખનઉના પીજીઆઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની લાશ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે લાશ મહિલા કોન્સ્ટેબલ રૂચી સિંહની છે. જે બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસનું કહેવું છે કે આ મામલો પ્રેમ પ્રકરણનો છે. પોલીસ આ કેસમાં કડીઓ ઉમેરી ભેદ ઉકેલવામાં વ્યસ્ત છે. મહિલા કોન્સ્ટેબલ 13 ફેબ્રુઆરીથી ફરજ પર પહોંચી ન હતી.

આ પછી મહિલા કોન્સ્ટેબલના સાથીઓએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રૂચિ સિંહનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. આ પછી, સહયોગીઓએ કેસ દાખલ કર્યો. મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ કાલી માતા વિસ્તારના નાળામાંથી મળી આવ્યો હતો. લખનઉના પીજીઆઈ પોલીસ સ્ટેશનની પોલીસે આ અંગેની માહિતી સુશાંત ગોલ્ફ પોલીસ સ્ટેશનને આપી હતી.

આ પછી, કોન્સ્ટેબલ રુચિ સિંહ સાથે કામ કરતા સાથીઓ સ્થળ પર પહોંચ્યા અને તેઓએ લાશની ઓળખ કરી. આ સાથે જ પોલીસે બિજનૌરમાં મહિલા કોન્સ્ટેબલના પરિવારજનોને પણ જાણ કરી હતી. લેડી કોન્સ્ટેબલ રૂચીના લગ્ન કોન્સ્ટેબલ સાથે થયા હતા. તે કુશીનગરમાં પોસ્ટેડ હતી. મળતી માહિતી મુજબ, પ્રતાપગઢના રાનીગંજમાં પોસ્ટ કરાયેલા નાયબ મામલતદારે રૂચી સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કરી હતી. જે બાદ વાતચીત વધી હતી.

બંને છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નાયબ મામલતદાર પણ પરિણીત છે, પરંતુ મહિલા કોન્સ્ટેબલ તેમના પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. પોલીસ આ કેસમાં આરોપી નાયબ મામલતદારની પૂછપરછ કરી રહી છે. મળતી માહિતી મુજબ હત્યાની આશંકા છે. જો કે, લખનઉ પોલીસનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં જ રહસ્ય ઉકેલશે.

પતિ સાથે છૂટાછેડા લીધા બાદ મહિલા કોન્સ્ટેબલ પરિણીત મામલતદાર પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રૂચી લગ્ન માટે દબાણ કરીને મામલતદાર પદમેશને ઘણા મહિનાઓથી ધમકાવી રહી હતી. મોબાઈલ પર મેસેજ કરીને બ્લેકમેઈલ કરતી. આથી મામલતદાર કંટાળી ગયા હતા. પોલીસની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે ઘટનાના એક દિવસ પહેલા મામલતદાર રાનીગંજ રુચિને મળવા લખનઉ ગયા હતા. તે એક દિવસ તેની સાથે પણ રહ્યા. રુચિની તેના ફ્લેટમાં હત્યા કર્યા બાદ લાશને નિકાલ માટે નાળામાં ફેંકી દીધી હતી. મામલતદાર પદમેશ ત્રણ વર્ષ પહેલા કૌશામ્બીથી શિફ્ટ થઈને પ્રતાપગઢ આવ્યા હતા. તેમની પ્રથમ પોસ્ટિંગ કુંડા તાલુકામાં હતી. આરોપી મામલતદાર પદમેશ શ્રીવાસ્તવ પ્રયાગરાજનો રહેવાસી છે.

Shah Jina