ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર દુષ્કર્મ અને છેડતીના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર તો આવા કિસ્સામાં હત્યાનો પણ બનાવ બનતો હોય છે. પણ હાલમાં એક કિસ્સો સામે આવ્યો, જેમાં આસામમાં એક મહિલાએ રેપની કોશિશ કરી રહેલા ઉસ્માન અલી નામના વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. મહિલાનું કહેવું છે કે ઉસ્માને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉસ્માન અલી ઝાડ-ફૂંકના નામ પર મહિલાના ઘરે આવ્યો. આ ઘટના સોમવાર 8 મે 2023ની જણાવવામાં આવી રહી છે. મહિલા મોરીગાંવ જિલ્લાના ભુરાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બોરાલીમારીની રહેવાસી છે. બીજી તરફ ઉસ્માન આસામના દારંગ જિલ્લાનો રહેવાસી છે. ભુરાગાંવ પોલીસ પ્રભારીને ટાંકીને ન્યૂઝ એજન્સી એએનઆઇએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઘાયલ ઉસ્માનને સારવાર માટે ગુવાહાટી મોકલવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે મહિલાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિલાને કોઈ સંતાન નથી. તે પોતાની સમસ્યાઓ લઈને ઉસ્માન પાસે જતી હતી. સોમવારે ઉસ્માન તેના ઘરે તંત્ર-મંત્રના નામ પર આવ્યો અને આ દરમિયાન તેણે કથિત રીતે બળાત્કારનો પ્રયાસ કર્યો.

પોતાને બચાવવા માટે મહિલા દોડી ગઈ અને સ્વબચાવમાં ઉસ્માનનો પ્રાઈવેટ પાર્ટ કોઈ ધારદાર વસ્તુ વડે કાપી નાખ્યો. સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉસ્માન હોસ્પિટલના સ્ટ્રેચર પર પડીને રડતો જોવા મળે છે.
Assam: Osman Ali tried to rape a women by claiming he was a Shaman. He locked the doors, then the women defended herself by kicking his testicles. He started screaming in pain, people gathered and now he is hospitalized. pic.twitter.com/B47picd4JM
— Arun Pudur (@arunpudur) May 8, 2023