ખબર

આ ભિખારણના બેંક એકાઉન્ટમાં પડી હતી અધધધ કરોડોની રકમ, આંકડો જાણશો તો પોતાને ગરીબ સમજવા લાગશો

આપણે રસ્તાના ખૂણે, મંદિરની સીડીઓ પર અથવાતો ઘણી જગ્યાએ ભિખારીઓને ભીખ માંગતા જોયા હશે એમના કપડાં અને એમની હાલાત જોઈ ગમે તેનું હૃદય પીગળી જાય અને આપણે હાલતા-ચાલતા થોડા પૈસા એમને આપતાં જઈએ. પણ શું આપણે જાણીએ છીએ કે જેમને આપણે પૈસા આપી રહ્યા છીએ એ કેટલા ગરીબ છે કે કેટલા પૈસાવાળા.


કોઈ ભિખારી પૈસાવાળા કઈ રીતે હોઈ શકે? પહેલો પ્રશ્ન આપણા મગજમાં એ આવે. પણ લેબનાન ના સિદોન શહેરની એક ઘટના સામે આવી છે. એ શહેરના એક નામી હોસ્પિટલ સામે બેસી અને છેલ્લા દશ વર્ષથી વફા મોહમ્મદ નામની મહિલા ભીખ માંગી અને પૈસા બેંકમાં જમા કરતી હતી. દશ વર્ષ બાદ જયારે એક બેન્કમાંથી બધા પૈસા ઉપાડવા પહોંચી તો બેન્ક પાસે નકદી ઓછી થઇ પડી. એ મહિલા ભિખારણના બેન્ક એકાઉન્ટમાં 6.37 કરોડ રૂપિયા હતા. જયારે એ ભિખારણે ચેક ભર્યો તો બેંકમાં એની રકમ ચૂકવી શકે તેટલા પૈસા બેંકમાં નહતા. એ ભિખારણ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા એ ચર્ચાનો વિષય બની ગયો હતો.

સોશિયલ મીડિયા પર જયારે આ ખબર ફેલાય ત્યારે લોકોની પ્રતિક્રિયા કંઈક આવા પ્રકારની હતી કે ,’ લોકોએ કામચોડી અને હોસ્પિટલની બહાર ભીખ માંગવા બેસી જવું જોઈ.’


જો કે એ વાત ની હજુ કોઈ પુષ્ટિ નથી કે એ ભિખારણ સાચું બોલી રહી હતી કે તેને આ પૈસા ભીખ માંગીને જ એકઠા કર્યા હતા. પણ એ ભિખારણનું કહેવું એમ હતું કે એને ભીખ માંગીને જ આ રકમ એકઠી કરી હતી. હોસ્પિટલનો એક નર્સને જયારે એ ભિખારણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એને જણાવ્યું કે છેલ્લા દશ વર્ષથી આ ભિખારણ ત્યાં જ બેસી અને ભીખ માંગતી હતી.

આ તો બસ એક કિસ્સો છે , આવા તો ઘણા કિસ્સા બન્યા છે જ્યાં આપણે જેમને ભિખારી સમજી ભીખ આપીએ છીએ એ આપણાથી પણ વધુ અમીર નીકળે છે. હાલ જ એક મુંબઈના ભિખારીની ટ્રેન સાથેની ટક્કર થતા મૃત્યુ થયું હતું. ત્યાર બાદ એ ભિખારીના ઘરમાંથી આટલા પૈસા નીકળ્યા કે પોલીસ પણ ચોંકી ગઈ. એના ઘરે બે થેલી મળી જેમાં ટોટલ બે લાખ રૂપિયાના સિક્કા અને નોટો મળી અને સાથે જ બેન્કની પાસબુક મળી જેમાં આઠલાખથી પણ વધુ રકમ તેના બેન્ક અકાઉન્ટમાં પડી હતી એ વાત સામે આવી.

એટલે જરૂરિયાત લોકોની મદદ કરવી જોઈએ પણ કોઈના વિશે જાણ્યા વગર એમને ભીખ ન આપવી જોઈએ. જરૂરિયાતમંદ લોકો કામ માંગશે ભીખ નહીં.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.