સોશિયલ મીડિયા ઉપર અજબ ગજબ કરવાના ચક્કરની અંદર આ યુવતીએ પોતાના વાળમાં લગાવ્યું ગુંદર, પછી થઇ ગઈ આવી હાલત, જુઓ વીડિયો

ટીક ટોક તો ભારતની અંદર બેન થઇ ગયું પરંતુ બીજા ઘણા દેશોમાં હજુ પણ ચાલુ છે. ટીકટોક અને બીજી એવી ઘણી એપ્લિકેશન ઉપર ઘણા ચેલેન્જ દિવસેને દિવસે વાયરલ થતા હોય છે અને ઘણા લોકો આવા ચેલેન્જ પૂર્ણ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, જેની ખરાબ અસર પણ  જોવા મળતી હોય છે.


આવી જ એક ચેલેન્જના ચક્કરમાં એક યુવતીએ પોતાના વાળની એ દશા કરી નાખી છે જેને જોઈને તમે પણ હેરાન રહી જશો. મોટાભાગે દરેક સ્ત્રી અને યુવતીની સુંદરતા તેના વાળના કારણે વધતી હોય છે. દરેક યુવતી પોતાના વાળને સરખા રાખવા માટે ઘણા પ્રયાસો પણ કરે છે. પરંતુ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ચેલેન્જના કારણે ઘણી યુવતીઓ પોતાના વાળ સાથે ચેડાં કરતી પણ જોવા મળે છે.

આવી જ એક યુવતીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ યુવતી વોશિંગટનમાં રહેવાવાળી છે જેની નામ ટેસિકા બ્રાઉન છે. ટેસિકા બ્રાઉને પોતાના વાળને નવો લુક આપવા માટે હેરસ્પ્રેની જગ્યાએ ગોરીલા ગ્લૂ લગાવી લીધો.

 

View this post on Instagram

 

A post shared by Tessica (@im_d_ollady)

આ ગુંદર લગાવ્યા બાદ તે મહિલા ઉપર મુસીબતોનો પહાડ તૂટી ગયો. થયું એવું કે ગુંદરના કારણે ટેસિકાના બધા જ વાળ ખરાબ રીતે ચીપકી ગયા. તેને અલગ કરવામાં તેને એક મહિના કરતા પણ વધારે સમય લાગી ગયો. તે છતાં પણ તેના વાળ યોગ્ય રીતે હજુ સુધી સરખા નથી થઇ શક્યા.

પોતાના ચોંટેલા વાળ ચોદાવવા માટે ટેસિકાને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેના માટે તેને ડોક્ટરની પણ મદદ લીધી. ટેસિકાએ આ સંપૂર્ણ ઘટનાનો ઉલ્લેખ એક વીડિયો શેર કરીને કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળી લીધો છે. અને હજારોની સંખ્યામાં કોમેન્ટ પણ આવી ચુકી છે. ઘણા લોકો ટેસિકાનો મજાક ઉડાવી રહ્યા છે  તો ઘણા લોકો તેને આગળ આમ ના કરવાની સલાહ પણ આપી રહ્યા છે.

Niraj Patel