હજી તો લગ્નના ત્રણ જ દિવસ થયા હતા ને સાસરેથી ખબર આવી તમારી દીકરીએ આપઘાત કરી લેજો…રાત્રે પિયર ફોન કરી કહ્યુ- ‘પપ્પા તેડવા આવજો’

લગ્નના ત્રણ જ દિવસ થયા ને, સવારમાં ખબર પડી કે તમારી ઉર્વશીએ ગળેફાંસો ખાઈ લીધો, અંતિમ શબ્દો હતા કે પપ્પા પ્લીઝ….જુઓ બધા ફોટાઓ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવે છે. જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, ઘરકંકાસ, આર્થિક તંગી કે પછી પરણિતા પર સાસરિયાનો ત્રાસ જેવા અનેક કારણો હોય છે. આજકાલ તો ઘણા લોકો કોઈ અગમ્ય કારણોસર પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા હોય છે. એવા ઘણા બનાવો સામે આવે છે, જેમાં કોઇ વ્યક્તિ અગમ્ય કારણોસર જ આપઘાત કરી લે છે. ઘણા તો એવા પણ કિસ્સા હોય છે કે જેમાં માતા-પિતાની કોઇ વાતે ખોટુ લાગી આવતા આજના છોકરાઓ આપઘાત કરવામાં જરાય પણ વિચાર નથી કરતા.

ત્યારે હાલમાં આપઘાતનો એક કિસ્સો પંચમહાલના ગોધરામાંથી સામે આવ્યો છે, જ્યાં મોરડુંગરા ખાતે રહેતી અને મોરવા હડફના સંતરોડ ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે ત્રણ દિવસ પહેલા લગ્ન કરી સાસરે ગયેલ પરિણીતાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. ત્યારે લગ્નના ત્રણ જ દિવસમાં પરણિતાના આવી રીતે આપઘાત કરતા ચકચારી મચી ગઇ છે. ત્યારે આ મામલે હાલ તો મોરવા હડફ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. દીકરીની આત્મહત્યાની ખબર તેના પિયરવાળાને મળતા જ તેમના પગ નીચેથી તો જમીન સરકી ગઇ હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પ્રાપ્ત જાણકારી અનુસાર, ગોધરાના મોરડુંગરામાં નવી વસાહત ડેઝર ફળિયામાં રહેતા અરવિંદભાઈ જાલૈયાની દીકરી ઉર્વશીના લગ્ન હાલમાં જ 13 માર્ચના રોજ મોરવા હડફના સંતરોડ સાલીયા ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે રહેતા સતિષભાઈ ભાભોર સાથે નક્કી કર્યા હતા. 13 માર્ચના રોજ લગ્ન બાદ ઉર્વશી તેના સાસરે ગઇ હતી અને પિયરમાં પાછું આણું વાળીને લાવવાની તૈયારીઓ ચાલી રહી હતીય ત્યાં જ લગ્નના ત્રણ દિવસ બાદ 16 તારીખે ઉર્વશીના સાસરીમાંથી ફોન આવ્યો કે, તમારી દીકરીએ ગળે ફાંસો ખાઈ લીધો છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

ઉર્વશીના લગ્નના બીજા દિવસે જ તેના MAની પરીક્ષાનું પેપર હતું અને તેથી દીકરી અને જમાઈ બંને ઘરે પણ ગયા હતા. ઉર્વશીએ તેના પિતા સાથે હસી ખુશી પરીક્ષાનું પેપર આપી ગયા બાદ રાત્રે ફોન પર વાત પણ કરી હતી અને કહ્યુ હતુ કે, પપ્પા મારે પરીક્ષા છે અને 1:30 વાગ્યે પેપર પતી જાય તે પછી તમે સમાજના લોકોને લઈ આણું લેવા માટે આવજો. જો કે, તે બાદ તો સવારમાં ફોન આવ્યો કે, તમારી દીકરી ગળે ફાંસો ખાઈ લટકી ગઈ છે.

Shah Jina