બે બાળકોની માતાએ 6 કલાક માટે હોટલમાં રૂમ કર્યો બુક, પુરુષ મિત્ર સાથે પહોંચી અને પછી થયુ એવું કે…

6 કલાક માટે હોટલમાં રૂમ કર્યો હતો બુક : અંદર એવો કાંડ થયો કે રૂમ લોક કરી પરણિતાએ લગાવી ફાંસી, જાણો અંદરની વિગતો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના મામલા સામે આવે છે. ઘણીવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે અનેક કારણોસર વ્યક્તિના આપઘાત કરી લેવાના કિસ્સા સામે આવે છે. હાલમાં એક મામલો સામે આવ્યો, જેમાં એક મિત્ર સાથે હોટલમાં પહોંચેલી પરણિતાએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. આ મામલો સંદિગ્ધ હોવા પર પોલિસે ફોરેન્સિક એક્સપર્ટની તપાસ કરાવી છે. મહિલા તેના મિત્ર સાથે હોટલ પહોંચી હતી અને અહીં તેણે 6 કલાક માટે રૂમ બુક કર્યો હતો.

 

મિત્ર સાથે મોબાઇલમાં મેસેજને લઇને કંઇ બહેસ થઇ અને તે બાદ મિત્ર બહાર નીકળી ગયો અને મહિલાએ આપઘાત જેવું પગલુ ભર્યુ. આ ઘટના ગ્વાલિયરના ગિરવાઇ સ્થિત હોટલ પ્રિંસ મામાની છે. હવે પોલિસ એ તપાસ કરી રહી છે કે પરણિત મહિલા બીજા પુરુષ સાથે કેમ હોટલના રૂમમાં આવી હતી. મહિલાની મોત બાદ પોલિસે તેના મિત્રને હિરાસતમાં લીધો છે. પોલિસ આ મામલે અફેરના એંગલ પર પણ તપાસ કરી રહી છે. શહેરના ગિરવાઇ થાના સ્થિત હોટલ પ્રિંસ મામામાં શુક્રવારના રોજ બપોરે 11.45 વાગ્યા ગોવિંદ સિંહ પાલના નામે રૂમ બુક કરવામાં આવ્યો,

આ રૂમ 6 કલાક માટે એટલે કે બપોરે 12થી સાંજના 6 વાગ્યા સુધી લેવામાં આવ્યો હતો. ગોવિંદ સાથે એક મહિલા પણ રૂમમાં આવી હતી અને થોડીવાર બાદ કોઇ વાત પર યુવક બહાર આવી ગયો. જ્યારે તે પાછો રૂમ 204માં ગયો તો મહિલાએ અંદરથી રૂમ લોક કરી દીધો હતો. યુવકના ઘણુ કહેવા છત્તાં પણ જ્યારે મહિલાએ રૂમ ન ખોલ્યો તો આના પર ગોવિંદ હોટલના રિસેપ્શન પર પહોંચ્યો અને દુપ્લીકેટ ચાવીથી રૂમનો દરવાજો ખોલવા કહ્યુ. હોટલમાં બીજી ચાવી નહોતી અને ઘણીવાર સુધી મહિલાને અવાજ લગાવવામાં આવ્યો પણ દરવાજો ન ખુલવા પર અને સાંજે મામલો સંદિગ્ધ થવા પર ગિરવાઇ પોલિસને સુચના આપવામાં આવી.

પોલિસ સ્થળ પર પહોચી અને તેમણે હોટલનો રૂમ ખોલાવ્યો તો મહિલા અંદર ફાંસી પર લટકેલી મળી. મહિલાનો એક પગ જમીન પર અને બીજો બેડ પર હતો. એક હાથથી તેણે ગળાનો ફંદો પણ પકડેલો હતો. મામલો સંદિગ્ધ લાગવા પર પોલિસે ફોરેન્સિક એક્સપર્ટને પણ બોલાવી અને લાશને નિગરાનીમાં લઇ તપાસ શરૂ કરી. મૃતકની ઓળખ ગુઢા બાલાજી પુરમ નિવાસી 31 વર્ષિય લાલી કુશવાહ પત્ની નીરજ કુશવાહના રૂપમાં થઇ, જ્યારે મૃતક સાથે જે તેનો મિત્ર હતો તેની ઓળખ ગોવિંદ સિંહ પાલ તરીકે થઇ.

મૃતકના લગ્નને 10 વર્ષ થઇ ચૂક્યા છે અને તેને બે બાળકો પણ છે. મહિલાનો પતિ પડાવ સ્થિત ASM મોટર્સમાં કામ કરે છે. મહિલા જે યુવક સાથે હોટલમાં પહોચી હતી તે પણ પરણિત છે અને તેને પણ બે બાળકો છે.હવે પોલિસ એ નથી સમજી રહી કે લાલી અને ગોવિંદે 6 કલાક માટે રૂમ કેમ બુક કર્યો હતો. હોટલ સ્ટાફે જણાવ્યુ કે, જેવી જ મહિલાની લાશ ફાંસી પર લટકેલી જોઇ તો ગોવિંદ બાવરો થઇ ગયો અને મહિલા પાછળ પોતે પણ મરવાની ધમકી આપતો રહ્યો.

Shah Jina