15 વર્ષની છોકરીએ પહેલા તો માંગમાં ભર્યુ સિંદૂર અને પહેર્યુ મંગળસૂત્ર, પછી ઉઠાવ્યુ એવુ ખૌફનાક પગલુ કે…

ધોરણ 8ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા પહેલા મંગળસૂત્ર અને સિંદૂર પૂર્યું, સૂસાઈડ નોટમાં જે લખ્યું એ સાંભળીને ધ્રુજી ઉઠશો

ગુજરાત રાજય સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સા સામે આવતા રહે છે. આવા કિસ્સાઓમાં કયારેક માનસિક ત્રાસ તો કયારેક પ્રેમસંબંધ કારણ હોય છે. તો કયારેક લોકો સમાજમાં બદનામીને ડરે પણ આવું પગલુ ભરી લેતા હોય છે. ત્યારે હાલ એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે 8મા ધોરણની એક વિદ્યાર્થીનીએ ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે માંગમાં સિંદૂર ભર્યું અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું. કન્યાની જેમ સોળ શ્રૃંગાર કર્યા પછી, તે થોડો સમય ઘરની આસપાસ ફરી અને પછી ઝાડમાં ફાંસો બનાવીને લટકી ગઇ.

તેણે અંતિમ નોટમાં પોતાના મોત માટે સમાજને જવાબદાર ગણાવ્યો છે. બીજી તરફ પ્રેમિકાના મોતથી દુઃખી થયેલા પ્રેમીએ પણ બુધવારે ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે સમયસર તેનો બચાવ થયો હતો. તેની ઝાંસી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. જો કે, તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ સમગ્ર મામલો ચરખારી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો છે. બંને સગીર છે. વિદ્યાર્થીનીએ નોટમાં લખ્યું કે, ‘મારું એક યુવક સાથે અફેર હતું. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.

અમે થોડા દિવસ પહેલા મંદિરમાં ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા. પરંતુ ખબર નહિ ગામ લોકોને તેની જાણ કેવી રીતે થઈ. તે લોકો આ બાબતે પિતાને મેણા-ટોણા મારતા હતા. કહેતા હતા કે તેમની દીકરીએ ભાગીને લગ્ન કર્યા છે. બાપનું નામ ડૂબી ગયું. હું આ બાબતોથી ખૂબ જ દુઃખી છું. તેથી જ હું મારા જીવનનો અંત આણી રહી છું. હું ખુશ થઈને મરવા માંગુ છું, તેથી મેં મેકઅપ કર્યો છે. ત્યાં જ સગીરનાં કાકાએ કહ્યું કે અમને ખબર ન હતી કે પુત્રીનું કોઈની સાથે અફેર છે. દીકરીની ઉંમર માત્ર 15 વર્ષની છે. તે એક શાળામાં આઠમા ધોરણમાં ભણતી હતી.

તેના માતા-પિતા દિલ્હીમાં મજૂરી કામ કરે છે. મારી સાથે નાના ભાઈ-બહેનો રહે છે. સોમવારે રાત્રે બાળકીની લાશ ઝાડની મદદથી દોરડાથી લટકતી મળી આવી હતી. મંગળવારે સવારે જ્યારે અમે વિદ્યાર્થીનીને લટકતી જોઈ તો અમે પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફાંસી પર લટકતી છોકરીની માંગ સિંદૂરથી ભરેલી હતી. તેણે મંગળસૂત્ર પહેર્યું હતું અને મેકઅપ પણ કર્યો હતો. કોતવાલી પ્રભારી શશિકુમાર પાંડેનું કહેવું છે કે યુવતીએ માંગ ભરી અને મેકઅપ કરીને ફાંસી લગાવી લીધી.

ગ્રામજનોના ટોણાને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. હજુ સુધી આ બાબતે કોઇ ફરિયાદ મળી નથી. ત્યાં જ બીજીબાજુ પ્રેમિકાના આપઘાત બાદ પ્રેમીએ પણ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સગીર પ્રેમી ઝાંસી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. તેના ભાઈએ જણાવ્યું કે જે છોકરી સાથે તેનો ભાઈ વાત કરતો હતો તેણે રાત્રે ફાંસી લગાવી લીધી. તેના મોતથી તે પરેશાન હતો. બુધવારે મોકો મળતાં તેણે ફાંસી લગાવી લીધી. જ્યારે મેં તેને જોયો ત્યારે મેં તેને નીચે ઉતાર્યો. મેં તપાસ કરી તો તે શ્વાસ લેતો હતો. પછી તેને દવાખાને લઈ ગયા. આ સનસનીખેજ કિસ્સો ઉત્તરપ્રદેશના મહોબામાંથી સામે આવ્યો છે.

Shah Jina