વાહ રે કિસ્મત ! આ મહિલાએ 100 રૂપિયા ખર્ચ કરી જીત્યા 1 કરોડ, જાણો સંપૂર્ણ વિગત

100 રૂપિયાએ બદલી કિસ્મત ! કબાડીની પત્ની એક ઝાટકે બની ગઇ કરોડપતિ, પછી બોલી કે હું આ રૂપિયાનું…

કહેવાય છે ને કે કિસ્મત કયારેય પણ પલટી શકે છે, કારણ કે ઉપરવાળો જયારે પણ આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. કંઇક આવુ જ પંજાબના મોગા જિલ્લામાં રહેનાર એક મહિલાના જીવનમાં થયુ છે. જેની કિસ્મત રાતો રાત ચમકી ગઇ અને તે ઘરે બેઠા બેઠા જ કરોડપતિ બની ગયા.

Image Source

પંજાબના નોગામાં કબાડી કામ કરનાર એક પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો. પરિવારની આશા રાનીએ પંજાબ સ્ટેટ ડિયર 100 માસિક લોટરીનું પહેલુ ઇનામ જીત્યુ છે. આશાએ 100 રૂપિયામાં લોટરીની ટિકિટ ખરીદી હતી. ઇનામની કિંમત લોટરી વિભાગમાં એક કરોડ રૂપિયા નિર્ધારિત છે. લોટરીની વિજેતા બુધવારે ચંડીગઢમાં વિભાગના અધિકારીઓ પાસે ટિકિટ અને અન્ય જરૂરી દસ્તાવેજ જમા કરવવા ગયા હતા.

Image Source

આશા રાની જણાવે છે કે, પહેલા ઇનામની કિંમતથી તેનું નવું ઘર બનાવશે કારણ કે, જે મકાન હાલ છે તે મોટા પરિવાર માટે ઘણુ નાનુ છે. બાકીની રકમનો ઉપયોગ વેપારમાં કરશે. તેમણે કહ્યુ કે, આ ઇનામની કિંમત તેમની આર્થિક તંગી દૂર કરવા માટે ઘણી અહમ સાબિત થશે.

Image Source

કરોડપતિ આશા રાની મોગા જિલ્લાના બાઘાપુરના વિસ્તારના રહેવાસી છે. તેમના પતિની કબાડીની દુકાન છે. બંને દીકરા દુકાનમાં કામ કરે છે. પંજાબ રાજ લોટરી વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યુ કે, ટિકિટ સી-74263ની વિજેતા આશા રાનીએ બુધવારે દસ્તાવેજ જમા કરાવી દીધા છે. વિભાગના અધિકારીઓએ વિજેતાને વિશ્વાસ અપાવ્યો છે કે, ઇનામની કિંમત તે જલ્દી જ તેમના ખાતામાં જમા કરી દેશે.

Shah Jina