એટલી ચાલાકીથી મહિલાએ જવેલરી શોપમાંથી સોનાની વીંટી ચોરી લીધી કે જોઈને તમે પણ માથું ખંજવાળતા રહી જશો, જુઓ CCTV વીડિયો ફૂટેજ

કળયુગની મહિલાનો આ વીડિયો જોઈને લોકો બોલ્યા, “મેડમની હેરાફેરી, ઉડાવી ગઈ સોનાની વીંટી !”

હાલ તો દુનિયાની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ “મની હાઈટ્સ” લોકોમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે થોડા દિવસ પહેલા જ આ વેબ સિરીઝની 5મી સીઝનનો બિજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે, આ ભાગ બેંકમાંથી સોનાની ચોરીને અંજામ આપવાની કહાની દર્શાવે છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં ઉપર એક શાતીર મહિલા ચોરનો પણ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઘણા લોકો એટલા શાતીર ચોર હોય છે જે ચોરી કરવા માટે એવા એવા રસ્તાઓ અપનાવતા હોય છે કે તે જોઈને જ આપણે માથું ખંજવાળતા રહી જઈએ. ઘણા ચોર રાતના અંધારામાં હાથ સાફ કરતા હોય છે તો ઘણા ચોર એવા પણ હોય છે જે ધોળા દિવસે આંખો સામેથી સમાન ચોરીને લઇ જાય. પરંતુ ઘણીવાર આવા ચોર ભૂલી જાય છે કે તેમની આ ચોરી સીસીટીવીમાં પણ કેદ થઇ જાય છે.

વાયરલ વીડિયોમાં એવી જ એક મહિલા ચોરની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલો એક જવેલરીની દુકાનનો છે, જ્યાં એક મહિલા ચોર આવે છે અને અસલીની જગ્યાએ નકલી વીંટી મૂકી અને અસલી વીંટી ચોરી લે છે. આ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર તમે જોઈ શકો છો કે એક મહિલા જવેલરી શોપમાં ખરીદી કરવાના બહાને આવે છે અને બહુ જ ચાલાકીથી સોનાની વીંટી ઉપર પોતાનો હાથ સાફ કરી લે છે. પરંતુ સૌથી હેરાન કરવાની વાત તો એ છે કે તે સોનાની અસલી વીંટીના બદલામાં નકલી વીંટી પણ મૂકી દે છે. જેના કારણે દુકાનદારને કોઈ શંકા ના થાય.

પરંતુ તેની આ ચોરી દુકાનમાં લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઇ જાય છે, અને જેના બાદ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. વીડિયોના વાયરલ થવા ઉપર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ઘણા લોકો આ મહિલાની હાથ સફાઈ જોઈને હેરાન પણ રહી ગયા છે.

Niraj Patel