અજબગજબ

આ મહિલાએ કર્યા 300 વર્ષ જુના ભૂત સાથે લગ્ન, કારણ જાણીને રુવાડા ઉભા થઇ જશે

કહેવામાં આવે છે કે કોઈનો પ્રેમ અમર થઇ ગયો હોય તે બાદ પણ દુનિયા તેની પ્રેમ કહાનીને યાદ કરે છે. આ એક એવી કહાની છે કે જેમાં એકે મહિલાને પ્રેમ થઇ ગયો અને લગ્ન પણ કર્યા હતા. શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે, કોઈ મહિલાએ ભૂત સાથે પ્રેમ કરીને તેની સાથે લગ્ન પણ કર્યા હોય. આ ઘટના તો સામાન્ય રીતે ફિલ્મમાં બનતી હોય છે. પરંતુ વિદેશમાં એક મહિલાએ ભૂત સાથે પ્રેમ કરીને તેની સાથે લગ્ન કર્યા છે. વાંચીને આચંકો લાગ્યોને પરંતુ આ બિલકુલ સાચી વાત છે.

Image Source

ઉતરી આયલેન્ડના ડાઉપેટટ્રીકમાં રહેનારી 45 વર્ષની અમાંડા ટીગને એક ભૂત સાથે પ્રેમ થઇ ગયો હતો. આ બન્નેની પ્રેમ કહાની વર્ષો પહેલાની છે. આખરે બન્નેએ લગ્ન પણ કરી લીધા છે. અમાંડાનો પ્રેમ અને પતિ 300 વર્ષ પહેલા મરી ચુક્યો હતો. અમાંડાના જણાવ્યા અનુસાર, તેનો પતિ એક હાઇતીયન સમુદ્રી ડાકુ હતો. જેનું મોત 1700માં થયું હતું. આમ,અમાંડાએ તેના પતિને ક્યારે પણ જોયો ના હતો પરંતુ તેને લાગતું હતું કે, તે પાઇરેટ ઓફ કેરેબિયનના કેપ્ટ્ન જૈક સ્પેરો જેવો દેખાઈ છે. બન્નેની સગાઈ પણ કરવામાં આવી હતી. જૈકને પ્રતીકાત્મક માનીને તેની વીંટી એક તલવાર પર રાખવામાં આવી હતી.

Image Source

અમાંડાએ પહેલા એક જીવિત વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા જેનાથી તેને 5 બાળકો પણ છે. પહેલા પતિથી અલગ થયા બાદ અમાંડાએ કહ્યું હતું કે, જૈક સાથે જે મહેસુસ કે છે તેવું તે કોઈ સાથે નથી કરતો. અમાંડાનું કહેવું છે કે, જેટલો જેનને જાણ્યો અને સમજ્યો છે તેનાથી વધારે તેને પસંદ કરે છે તેથી જ પ્રેમ વધી ગયો છે.

Image Source

આ વાર્તાનો ટ્વીસ્ટ એ છે કે, અમાંડાને એક દિવસે જેકે એમ કહ્યું હતું કે, બંને એક થઇ શકે છે. આ પહેલા અમાંડાને માણસ અને આત્મા વચ્ચે આટલા ઘનિષ્ઠ સંબંધ વિષે ના તો સાંભળ્યું હતું ના તો જોયું હતું. આ વાત પર ઘણું સંશોધન કરવામાં આવ્યું હતું. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, માણસ અને આત્મા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. અમાંડાએ જણાવ્યું હતું કે, જેકે તેના જીવનકાળ દરમિયાન ક્યારે પણ લગ્ન કર્યા ના હતા. જૈન એક શક્તિશાળી આત્મા છે. આ પ્રેમ કહાનીમાં અમાંડાના પરિવારે પણ તેનો સાથ આપ્યો હતો.

Image Source

અમાંડાના જણાવ્યા અનુસાર, તેના અને જૈકના લગ્નમાં નજીકના લોકો જ પહોંચ્યા હતા. ભૂત બહુ તરફથી રિંગ પહેરાવનાર વ્યક્તિ તરીકે એક મીડિએટર આવ્યો હતો.તો ડિસેમ્બર 2018માં અમાંડાએ એલાન કર્યું હતું કે, તેના ;લગ્ન તૂટી ચુક્યા છે. અમાંડાએ એક ઈન્ટવ્યુમાં જણાવ્યું હતું કે, જેકે તેને મારવાની કોશિશ કરી હતી.લગ્ન બાદ જ તેની તબિયત વધુ ખરાબ થઇ ગઈ હતી. ત્યારે બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.