ખબર

આ છોકરીએ 100 દિવસ સુધી પહેર્યો એક જ ડ્રેસ, બનાવી દીધો રેકોર્ડ તો મળ્યું આ ઇનામ

આજકાલના સમયમાં લોકો કપડાને લઈને ખુબ જ ક્રેઝી હોય છે. ઘણા લોકો તો દિવસમાં 3-3 વાર કપડાં બદલતા હોય છે, અને તેમાં પણ મહિલાઓ અને યુવતીઓ તો ખાસ. એકનું એક કપડું બીજા દિવસે પહેરવું પણ મોટાભાગના લોકોને નથી ગમતું, પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગે. એક યુવતીએ એક જ ડ્રેસને 100 દિવસ સુધી પહેરીને રેકોર્ડ બનાવી લીધો છે. (તમામ તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

આ યુવતી છે બોસ્ટનમાં રહેવા વળી. જેને 100 દિવસ સુધી એક જ ડ્રેસને અલગ અલગ સ્ટાઈલથી પહેર્યો અને રેકોર્ડ બનાવી દીધો. તેનું નામ છે સારા રોબિન્સ કોલ. આ યુવતીએ એક જ ડ્રેસને ક્યારેક ટોપની સાથે તો ક્યારેક સ્કર્ટની સાથે તો ક્યારેક પેન્ટની સાથે પહેર્યો હતો.

આ યુવતીએ એવું એટલા માટે કર્યું કે તેને 16 ડિસેમ્બર 2020ના રોજ 100 દિવસના ડ્રેસ ચેલેન્જમાં ભાગ લીધો હતો.મીડિયા રિપોર્ટ પ્રમાણે આ યુવતી એક જ ડ્રેસ પહેરીને 100 દિવસ સુધી બધા કામ પણ પૂર્ણ કર્યા અને કેટલાક કાર્યક્રમોમાં પણ જોડાઈ હતી.

સારાએ ધ મિરર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે “આને મને એક ડગલું આગળ જવા માટે પ્રેરિત કરી છે અને 1 જાન્યુઆરી 2021 અને 1 જાન્યુઆરી 2022ની વચ્ચે હું કોઈપણ કપડાં કે નવો સામાન નહીં ખરીધું.”

તેને આગળ જણાવ્યું કે “મને એ અહેસાસ થયો કે મારી ઉંમરમાં મારી પાસે દરેક મોકા માટે અલગ અલગ કપડાં છે જે તિજોરીમાં ધૂળ ખાતા પડ્યા છે. મેં મારી અલમારી સાફ કરવા માટે એક મોટી જાહેરાત કરવા વિશે વિચારી રહી છું. પરંતુ હું રાહ જોઈશ અને વિચારીશ કે આવનાર વર્ષમાં શું પહેરું છું.”

સારાએ 16 ડિસેમ્બર 2020ના રોજ એક ચેલેન્જમાં ભાગ લીધો હતો. જેના કારણે તે લેટેસ્ટ ફેશન વગર રહી શકે અને કપડાં ધોવાથી ધરતીને થનારા નુકશાનથી બચાવવામાં મદદ કરી શકે.

100 દિવસ સુધી એક  જ ડ્રેસ ચેલેન્જની શરૂઆત કપડાંની બ્રાન્ડ વુલ એન્ડ કી દ્વારા કરવામાં આવી હતી. જે લોકોએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો તેમને જીતવા ઉપર નવો ડ્રેસ ખરીદવા માટે 100 અમેરિકી ડોલરનું વાઉચર મળ્યું હતું.

આ ચેલેંજનો ઉદ્દેશ્ય ના માત્ર એક દિવસમાં એક જ ડ્રેસ પહેરવાની આદતને વિકસિત કરવાનો હતો. પરંતુ તેનાથી કપડાં બનાવવાની મજૂરીમાં કમી અને તેને ધોવાના ભારને પણ ઓછું કરવાનો હતો.