વેફરના ખાલી પડીકા હવે ફેંકી ના દેતા.. આ મહિલા ખાલી પડિકામાંથી બનાવી શનદાર સાડી, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો

આપણા દેશની અંદર ટેલેન્ટ ભરપૂર પડેલો છે, આપણે ત્યાં કોઈપણ સમસ્યા માટે જુગાડ જરૂર મળી જાય છે, તો ઘણા લોકો એવા ક્રિએટિવ હોય છે કે નકામી વસ્તુઓમાંથી પણ એવી એવી શાનદાર વસ્તુઓ બનાવી દેતા હોય છે કે જેને જોયા બાદ આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં  વેફરના ખાલી પેકેટની સાડીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વેફર ખાવાનું બધાને પસંદ હોય છે, પરંતુ વેફર ખાધા બાદ આપણે તેની ખાલી કોથળીને નાખી દેતા હોઈએ છીએ, પરંતુ એક મહિલાએ આ ખાલી થેલીઓનો અનોખો ઉપયોગ કર્યો અને વેફરના આ ખાલી રેપરમાંથી તેને ચમચાતી શાનદાર સાડી બનાવી દીધી, અને તેનો વીડિયો બનાવીને આ મહિલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો જેના બાદ તે વાયરલ પણ થઇ ગયો.

આ ટૂંકી ક્લિપની શરૂઆતમાં મહિલા તેના હાથમાં બટાકાની ચિપ્સનું પેકેટ પકડેલી જોવા મળે છે. તે અંગ્રેજીમાં સ્ટાઇલમાં બોલે છે કે “ઓહ માય ગોડ. તમે કહેશો કે હું આવું ક્યારેય પહેરી શકતી નથી. પણ હું તમને બતાવીશ.: મહિલા પછી એક જ બટાકાની ચિપ્સના ઘણા ખાલી રેપરથી બનેલી સાડી પહેરેલી દેખાય છે. જોકે, નજીકથી જોતાં એવું લાગે છે કે તેણે શું પહેર્યું છે. પરંતુ મહિલાની સર્જનાત્મકતા જોઈને લોકો ચોક્કસપણે દંગ રહી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by BeBadass.in (@bebadass.in)

વેફરના ખાલી રેપરમાંથી સાડી બનાવવાની આ અદભૂત કૌશલ્ય ઇન્સ્ટાગ્રામ હેન્ડલ BeBadass.in પર શેર કરવામાં આવ્યું હતું. તેણે કેપ્શનમાં લખ્યું- ‘બ્લુ લેસ અને સાડી માટે પ્રેમ. વીડિયોને અત્યાર સુધીમાં 5 હજારથી વધુ લાઈક્સ અને 1 લાખ 40 હજાર વ્યૂઝ મળ્યા છે. આ અંગે યુઝર્સે ફીડબેક પણ આપ્યા હતા. એક વ્યક્તિએ મજાકમાં લખ્યું  “સાડી હોય તો આવી હોવી જોઈએ નહીં તો ના હોવી જોઈએ!” જ્યારે અન્ય યુઝર્સે લખ્યું કે “આપણે બધા નાસ્તાની જેમ દેખાવા માંગીએ છીએ!”

 

 

Niraj Patel