ખબર

ઠંડીમાં હીટરથી પાણી ગરમ કરતા લોકો થઇ જજો સાવધાન, નડિયાદથી સામે આવ્યો હતો હૃદય કંપાવી દેનારો કિસ્સો, બાળકો થયા માતા વિહોણા

ઠંડીમાં હિટરથી પાણી ગરમ કરતી મહિલાઓઓ જલ્દી વાંચો …બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે, જેના કારણે હવે લોકો ખાસ ગરમ પાણીથી જ નાહવાનું પસંદ કરતા હોય છે. આ દરમિયાન શહેરમાં ઘણા લોકો ગીઝર રાખે છે તો ઘણા લોકો હીટરથી પાણી ગરમ કરતા હોય છે, પરંતુ હીટરથી પાણી ગરમ કરતી વખતે જોખમ પણ વધારે હોય છે, જે લોકો હીટરથી પાણી ગરમ કરે છે તેમના માટે નડિયાદથી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે.

નડિયાદના અમદાવાદી બજારમાં રહેતી એક મહિલાને હીટરથી પાણી ગરમ કરતા પોતાનો જીવ ગુમવવાનો વારો આવ્યો છે. મહિલા સવારે હીટરથી પાણી ગરમ કરી રહી હતી તે દરમિયાન જ તેને કરંટ લાગતા દૂર ફંગોળાઈ હતી અને લોખંડના દરવાજા સાથે અથડાઈ હતી,

જેથી કરંટ વધારે લાગતા તેનું સારવાર મળે તે પહેલા જ મૃ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદના અમદાવાદી બજારમાં આવેલી સિંધી ચાલીની બાજુમાં રહેતી 30 વર્ષીય મહિલા કાજલબેન હીટર બાલ્ટીમાં મૂકી પાણી ગરમ થયું છે કે નહિ તે જોવા માટે બાલ્ટીમાં હાથ નાખ્યો, પરંતુ તેમનો હાથ હીટરને અડી જતા તેમને કરંટ લાગ્યો હતો.

કરંટ લાગતા જ તે દૂર ફંગોળાયા હતા અને લોખંડના દરવાજા સાથે અથડાયા, જ્યાં એ દરવાજામાંથી પણ તેમને કરંટ લાગ્યો. કાજલબેનના બૂમા-બૂમ કરતા પાડોશીઓ પણ આવી પહોંચ્યા હતા,

તેમને લાકડીના ફટકા દ્વારા કરંટથી છોડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વ્યર્થ રહ્યો, પાડોશીઓએ જણાવ્યું કે કરંટ એટલો વધારે હતો કે લાકડી દ્વારા પણ તે અનુભવાઈ રહ્યો હતો, તરત 108ને ફોન કરવામાં આવ્યો, પરંતુ 108 સમયસર ના પહોંચતા પ્રાઇવેટ વાહન દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ નડિયાદમાં લઇ જવામાં આવ્યા. કાજલબેનને બે બાળકો હતો, પોતે મજૂરી કરી અને ગુજરાન ચલાવતા હતા, આ ઘટનાના કારણે બે બાળકો પોતાની માતા વિહોણા થઇ ગયા છે.