પોતાના જીવનમાં 12 વર્ષ સુધી પ્રેગ્નેન્ટ રહી આ મહિલા, અત્યાર સુધી આપી ચુકી છે આટલા બધા બાળકોને જન્મ, ફિટનેસ જોઈને અક્કલ કામ નહીં કરે, જુઓ વીડિયો

માતા બનાવની ઈચ્છા અને સપનું દરેક સ્ત્રીનું હોય છે, ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે જે એક કરતા વધારે બાળકોને પણ જન્મ આપે છે, પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વધારે બાળકોને જન્મ આપવાના કારણે સ્ત્રીનું શરીર સાવ બેડોળ બની જાય છે, પરંતુ આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું જેને એક નહિ પરંતુ 8 બાળકો છે અને તે છતાં પણ તે એકદમ ફિટ દેખાઈ રહી છે.

9 બાળકોની આ માતાએ પોતાના શરીરને એટલું ફિટ અને જાળવ્યું છે કે જોનારાઓની આંખો પણ ફાટી જાય છે. અમેરિકાના લાસ વેગાસમાં રહેતી કોરા ડ્યુક કહે છે કે તે માત્ર 16 વર્ષની ઉંમરમાં પહેલીવાર માતા બની હતી. લગ્નના 12 વર્ષ દરમિયાન તે લગભગ દર વર્ષે ગર્ભવતી થતી હતી.

આ દરમિયાન તેણે 9 બાળકોને જન્મ આપ્યો, જેમાં એકનું મોત થયું. હવે કોરા ડ્યુકની એક વીડિયો સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે તેની પુત્રી કરતા નાની દેખાય છે. આઠ બાળકોની માતા કોરાએ તેની એક વીડિયો સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે વાયરલ થઈ છે.

38 વર્ષીય કોરા વર્ષ 2000માં પ્રથમ વખત ગર્ભવતી થઈ હતી, જ્યારે તે માત્ર 16 વર્ષની હતી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કોરાએ તેના 8 બાળકોનું જીવન બતાવ્યું છે. જેમની ઉંમર 9 વર્ષથી 20 વર્ષની વચ્ચે છે. ફિટનેસ ફ્રીક ક્વોરાના આ વીડિયોને જોઈને લોકો તેની પાસેથી ખૂબ પ્રેરિત થઈ રહ્યા છે. કોરાના ટોન્ડ બોડીને જોઈને કોઈ માની શકતું નથી કે તેને આઠ બાળકો છે. કેટલાક કહે છે કે તે તેની પુત્રી કરતા નાની લાગે છે તો કેટલાકે તેને સુપર મોમ કહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ms Kora 🇮🇳 (@mzkora)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં કોરાના તમામ બાળકો એક પછી એક જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કોરા કહે છે, તે હજુ પણ વિશ્વાસ નથી કરી શકતી કે તેના આટલા બાળકો છે. વીડિયોમાં કોરાએ તેના ફિટ અને ટોન બોડીનું રહસ્ય પણ જાહેર કર્યું છે. કોરાએ જણાવ્યું કે તેણે વેઈટ લિફ્ટિંગ દ્વારા પોતાના શરીરને જાળવી રાખ્યું છે. કોરાના લગ્ન આન્દ્રે સાથે થયા હતા, જે વ્યવસાયે બિઝનેસ કન્સલ્ટન્ટ છે.

Niraj Patel